________________
धन्यानगारस्य प्रवर्धमानपरिणामता । तद्वृत्तान्तस्त्वेवम् - काकन्दीनगर्याः श्रेष्ठिपुत्रो धन्यः श्रीवीरप्रभुसमीपे प्रव्रजितः । दीक्षादिन एव तेन प्रभुपार्श्वेऽभिग्रहो गृहीतः 'मया यावज्जीवं षष्ठतपः कर्त्तव्यम् पारणक आचामाम्लं कर्त्तव्यम् ।' षष्ठपारणके स सर्वगृहभोजनवेलासमाप्त्यनन्तरमेव भिक्षार्थं निरगच्छत्। ततो यमाहारं मक्षिकाऽपि नाऽभिलषेत्तादृशं निरसमन्तं प्रान्तं चाऽऽहारमाऽऽनीय स स्वदेहमपुष्णात् । तेन तस्य देहोऽतिकृशः सञ्जातः । तच्छरीरमस्थिचर्ममात्रशेषं सञ्जातम् । तस्य गमनावसरे तच्छरीरस्थाऽस्थीनि शब्दमकुर्वन् । तस्य शरीरं कङ्कालसदृशं सञ्जातम् । सो देहबलेन नाऽचलत्, किन्तु जीवबलेनैव ।
अन्यदा प्रभुवीरः राजगृहनगरे समवसृतः । श्रेणिकनृपस्तद्वन्दनार्थमाऽऽगतः । प्रभुं वन्दित्वा तेन देशना श्रुता, ततस्तेन प्रभुः पृष्ट:- 'प्रभो ! भवतश्चतुर्दशसहस्रशिष्येषु कतमः प्रवर्धमानाऽध्यवसायोऽस्ति ।' प्रभुणा भाषितम् ‘મો: શ્રેળિ ! ધન્યાના: प्रवर्धमानपरिणामोऽस्ति ।' ततः प्रभुणा तस्य तत्स्वरूपं कथितम् । श्रेणिकराजा धन्यानगारं वन्दित्वा स्वप्रासादं गतः । यदा श्रेणिकेन प्रश्नः कृतः प्रभुणा च तत्प्रत्युत्तरं दत्तं तदा तत्सभायां गौतमस्वाम्यप्युपस्थितोऽभवत् । प्रभुप्रत्युत्तरं तेन श्रुतम् । गौतमस्वाम्यपि दीक्षादिनात्षष्ठान्येवाऽकरोत् पारणके चाऽऽचामाम्लम् । स प्रभोः प्रथमशिष्य आसीत् । તે વૃત્તાન્ત આ પ્રમાણે છે ‘‘કાકંદી નગરીના શ્રેષ્ઠિપુત્ર ધન્યએ શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. દીક્ષાદિવસે જ તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધો - ‘મારે યાવજ્જીવ છઠ્ઠના પારણે છઠ્ઠુ કરવા, પારણે આયંબિલ કરવું.' છઠ્ઠના પારણે તેઓ બધા ઘરોમાં જમવાનું પુરુ થઈ ગયા બાદ જ વહોરવા નીકળતા. પછી માખી પણ જેને ન ઇચ્છે તેવો નીરસ, લુખોસુકો આહાર લાવી પોતાનું શરીર ટકાવતા. તેથી તેમનું શરીર ખૂબ પાતળું થઈ ગયું. તેમના શરીરમાં માત્ર ચામળી અને હાડકા રહ્યા. તેઓ ચાલતા ત્યારે તેમના શરીરના હાડકામાંથી ‘ખખડ્' અવાજ આવતો. તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયુ હતુ. તેઓ શરીરના બળે ચાલતા ન હતા પણ જીવના બળે જ ચાલતા હતા.
-
१६०
એકવાર શ્રીવીરપ્રભુ રાજગૃહીમાં સમવસર્યા. શ્રેણિકરાજા તેમને વંદન કરવા આવ્યા. પ્રભુને વંદન કરીને તેમણે દેશના સાંભળી. પછી તેમણે પ્રભુને પૂછ્યું - ‘પ્રભુ ! આપના ચૌદ હજાર શિષ્યોમાં કોણ ચઢતા પરિણામે છે.' પ્રભુ બોલ્યા હે શ્રેણિક ! ધન્નો અણગાર ચઢતે પરિણામે છે.' પછી પ્રભુએ તેમને તેનું સ્વરૂપ કહ્યું. શ્રેણિકરાજા ધન્ના અણગારને વંદન કરીને પોતાના મહેલમાં ગયા. જ્યારે શ્રેણિકરાજાએ પ્રશ્ન કર્યો અને પ્રભુએ તેનો જવાબ આપ્યો ત્યારે તે સભામાં ગૌતમસ્વામી હાજર હતા. પ્રભુનો જવાબ તેમણે સાંભળ્યો. ગૌતમસ્વામી પણ દીક્ષાદિવસથી જ છઢના પારણે છઠ્ઠ અને પારણે
-