________________
गोशालकस्याऽऽगामिभवाः ।
१३९
वेश्या बही राजगृहात्पुरात् ॥ ५०१ ॥ सुप्ता भूषणलुब्धेन कामिना सा हनिष्यते । भूयो राजगृस्यान्तर्वेश्या भूत्वा विपत्स्यते ॥ ५०२ ॥ स विन्ध्यमूले बेभेले सन्निवेशे भविष्यति। विप्रकन्याऽथ विप्रेण केनाऽपि परिणेष्यते ॥ ५०३॥ गुर्विणी श्वशुरगृहादायान्ती दववह्निना । मार्गे दग्धोत्पत्स्यतेऽग्निकुमारेषु सूरेषु सा ॥ ५०४ ॥ ततोऽपि मानुषो भावी प्रव्रज्यां च ग्रहीष्यति । विराधितश्रामण्यः सन्नसुरेषु भविष्यति ॥५०५ ॥ पुनः पुनर्मर्त्यभवान् कतिचित्प्राप्य सोऽसकृत् । विराधितश्रामण्यः सन् भविष्यत्यसुरादिषु ॥ ५०६ ॥ पुनश्च मानुषीभूयातिचाररहितं व्रतम् । पालयित्वा स सौधर्मे कल्पे देवो भविष्यति ॥ ५०७ ॥ एवं सप्तभवान् यावच्छ्रामण्यमनुपालय सः । कल्पे कल्पे समुत्पद्य सर्वार्थमपि यास्यति ॥ ५०८ ॥ ततश्च्युत्वा विदेहेषु भूत्वाऽऽढ्यतनयः सुधीः । दृढप्रतिज्ञो नाम्ना स विरक्तः प्रव्रजिष्यति ॥५०९॥ स जातकेवलो ज्ञात्वाऽऽगोशालकभवान्निजान् । गुर्ववज्ञामुनिवधमूलान् शिष्येषु शंसिता ॥५१०॥ निर्देक्ष्यति च शिष्येभ्यो गुर्ववज्ञादि सर्वथा । न कार्यमन्वभूवं हि तत्फलानि बहून्भवान् ॥५११॥ स्वशिष्यान् बोधयित्वैवं विहरन्नवनीतलम् । कर्मक्षयेण गोशालजीवो निर्वाणमेष्यति ॥५१२॥'
રાજગૃહીની બહાર તે વેશ્યા થશે. સૂતેલી તેણીને આભૂષણમાં આસક્ત કામી માણસ મારી નાખશે. ફરી રાજગૃહીમાં વેશ્યા થઈ મરશે. તે વિન્ધ્યપર્વતની તળેટીમાં બેભેલ સન્નિવેશમાં બ્રાહ્મણકન્યા થશે. તેને કોઈ બ્રાહ્મણ પરણશે. સસરાના ઘરેથી આવતી ગર્ભિણી તે રસ્તામાં દાવાનળથી બળશે અને અગ્નિકુમા૨માં ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્ય થશે. દીક્ષા લેશે. ચારિત્રની વિરાધના કરી અસુરોમાં ઉત્પન્ન થશે. ફરી ફરી અનેકવાર કેટલાક મનુષ્યભવો પામી તેમાં ચારિત્રની વિરાધના કરી તે અસુરોમાં ઉત્પન્ન થશે. ફરી મનુષ્ય થઈ અતિચારરહિત ચારિત્ર પાળી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. આમ સાત ભવો સુધી ચારિત્ર પાળી દેવલોકમાં ઉત્પન્ન થતો થતો સર્વાર્થસિદ્ધમાં પણ જશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં શ્રેષ્ઠિનો દીકરો દઢપ્રતિજ્ઞ નામે થશે. તે વૈરાગી થઈ દીક્ષા લેશે. કેવળજ્ઞાન થયા પછી જ્ઞાનથી જાણીને ગુરુની અવજ્ઞા, મુનિ હત્યા જેના મૂળમાં છે એવા ગોશાળાથી માંડીને પોતાના ભવો શિષ્યોને કહેશે. તે શિષ્યોને કહેશે ‘ગુરુની અવજ્ઞા વગેરે સર્વથા ન કરવા. તેના ફળ મેં ઘણા ભવોમાં અનુભવ્યા.’ પોતાના શિષ્યોને આ રીતે બોધ પમાડી પૃથ્વી ઉપર
વિચરતો ગોશાળાનો જીવ કર્મક્ષય થવાથી મોક્ષે જશે.''