SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ सुखैषिगुरुरपि शिष्येण पूज्यः । शीतकाले गृहस्थसत्कानि प्रभूतानि कम्बलानि गृह्णाति । उष्णकाले वातप्रचुरं स्थानं गवेषयति । वसतिमध्ये गृहस्थैरानीतं भक्तादिकं पौन:पुन्येन निष्कारणं प्रतिलाभयति भुङ्क्ते च । एवम्प्रकाराण्यन्यान्यपि लक्षणानि ज्ञेयानि ।। गुरोः सुखैषिभवने द्वे कारणे सम्भवतः- शारीरिकाऽसामर्थ्यं मानसिकशिथिलता च । कदाचिद्गुरुदृढसंहननो न स्यात्, किन्तु मृदुशरीरः स्यात् । ततस्तस्य शरीरं संयमकठोरचर्याऽनुष्ठानायाऽसमर्थं स्यात् । ततः स सुखैषी स्यात् । तथाविधप्रबलकर्मोदयेन कदाचिद्गुरोर्मानसोल्लासः संयमपालने मनारहीनः स्यात् । ततोऽपि स सुखैषी स्यात् । येन केनऽपि कारणवशेन गुरुः सुखैषी स्यात् । तत्तु शिष्येण मनसि न धर्त्तव्यम् । गुरुः किं करोतीत्येतद्दर्शनस्याऽधिकारः शिष्यस्य नास्ति। गुरुचर्यादर्शनेन शिष्यस्य न कोऽपि लाभ: स्यात् । शिष्येण त्वेतदेव चिन्तनीयं यत् 'मया किं कर्त्तव्यम् ? अहं गुरुणा संसारपङ्कादुद्धृतः, ततो मयाऽन्तिमश्वासोच्छ्वासं यावत्सर्वैः प्रकारैर्गुरुभक्तिरेव कर्त्तव्या एतद्विषये मया मनागपि शैथिल्यं न कार्यम् । अन्यथाऽहं कृतघ्नः स्याम् ।' एवं चिन्तयित्वा शिष्येण त्रयोऽपि योगा गुरुभक्तौ व्यापार्याः । एवं शिष्यस्यैकान्तेनैव लाभ: स्यात् । अधुना पञ्चमवृत्तस्य द्वितीयं पादं विवृणुमः । यदि गुरुः - पूर्ववत्, मनाक् - વિહારમાં પગમાં મોજા પહેરે. શિયાળામાં ગૃહસ્થોના ઘણા ધાબળા વાપરે. ઉનાળામાં પવનવાળી જગ્યા શોધે. ઉપાશ્રયમાં ગૃહસ્થોએ લાવેલ આહારાદિ વારંવાર નિષ્કારણ વહોરે અને વાપરે. આવા બીજા પણ લક્ષણો સમજવા. ગુરુ સુખશીલિયા બને તેમાં બે કારણ સંભવે - શારીરિક ઢીલાશ અને માનસિક શિથિલતા. કદાચ ગુરુ મજબૂત શરીરવાળા ન હોય, પણ કોમળ શરીરવાળા હોય. તેથી તેમનું શરીર સંયમની કઠોર સાધના કરવા અસમર્થ હોય. તેથી તેઓ સુખશીલિયા થાય. તેવા પ્રકારના પ્રબળ કર્મોદયે ક્યારેક સંયમ પાળવામાં ગુરુના મનનો ઉલ્લાસ થોડો ઓછો થાય. તેથી પણ તેઓ સુખશીલિયા થાય. કોઈપણ કારણસર ગુરુ સુખશીલિયા થાય, તે શિષ્ય મનમાં ન લાવવું. ગુરુ શું કરે છે ? એ જોવાનો અધિકાર શિષ્યને નથી. ગુરુની ચર્ચા જોવાથી શિષ્યને કોઈ લાભ થતો નથી. શિષ્ય તો એટલું જ વિચારવાનું કે મારે શું કરવું જોઈએ ? સંસારના કાદવમાંથી ગુરુએ મને બહાર કાઢ્યો. માટે મારે છેલ્લા શ્વાસ સુધી બધી રીતે ગુરુભક્તિ જ કરવી જોઈએ. એમાં મારે જરાય કચાશ ન રાખવી જોઈએ. નહીંતર હું કૃતઘ્ન બની જઈશ.’ આમ વિચારી શિષ્ય પોતાના ત્રણે યોગો ગુરુભક્તિમાં વાપરવા. એમ કરવાથી શિષ્યને એકાન્ત લાભ થાય છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy