________________
गुरुर्देवतावत्पूज्यः । नैव करोति' इति द्योतयति । 'अपि' शब्द इदं ज्ञापयति - 'सामान्यपरिस्थितौ शिष्यैर्गुरुः देवता इव पूज्यते एव, गुरुणोग्रदण्डे कृते सत्यपि शिष्यैः स देवता इव पूज्यते । अत्रोग्रदण्डशब्देन पीडाकारिणो दण्डाः सङ् गृहीता दृष्ट्व्याः । ते चैवम्प्रकाराः स्युः - कदाचिद्गुरुः शिष्यं मण्डल्या बहिः कुर्यात्, कदाचिद्गुरुः शिष्येण सह न जल्पेत्, कदाचिद्गुरुः शिष्यं न पाठयेत्, कदाचिद्गुरुः शिष्याय भोजनं न दद्यात् नीरसं तुच्छं वा दद्यात् । एवम्प्रकारा अन्येऽपि बोद्धव्याः ।
यदि गुरुः - अनयोः शब्दयोरी पूर्ववज्ज्ञेयौ, एवमग्रेऽपि द्रष्टव्यम्, लघुकेऽपि - लघुरेव लघुकः, स्वार्थे क-प्रत्ययः, तस्मिन्निति लघुके, 'महति विनयभङ्गे रुष्यत्येव, किन्तु लघुकेऽपि विनयभङ्गे यदि रुष्यति' इति भावस्य द्योतनार्थमपिशब्द उपन्यस्तः । विनयभङ्गे - विनयः - प्राक्प्रपञ्चितशब्दार्थः, तस्य भङ्गः - असम्पादनं खण्डनं वेति विनयभङ्गः - अविनय इत्यर्थः, तस्मिन्निति विनयभङ्गे 'शिष्यैः कृते सति' इत्यध्याहार्यम्, रुष्यति - क्रुध्यति, तथापीत्यादिकं पूर्ववज्ज्ञेयम् । अत्र 'यदि' शब्द इदं प्रकटयति 'सामान्यपरिस्थितौ गुरुर्लघौ विनयभङ्गे नैव क्रुध्यति' । अत्र लघवो विनयभङ्गा एवम्प्रकाराः स्युः - यदा गुरुः स्वासनादुत्तिष्ठति तदा शिष्यः स्वासन उपविष्ट एव भवति, न तूत्तिष्ठति । गुरुणाऽभुक्ते शिष्यो भुङ्क्ते । शिष्यो गुरूपधेः प्रतिलेखनं न करोति । शिष्यो
પોતાના સ્વભાવને લીધે શિષ્યને તીવ્ર શિક્ષા કરે છે. સામાન્ય પરિસ્થિતિમાં તો શિષ્યો ગુરુને ભગવાનની જેમ પૂજે જ છે પણ ગુરુ તીવ્ર શિક્ષા કરે ત્યારે પણ શિષ્યો ગુરુને ભગવાનની જેમ પૂજે છે. અહીં ‘દંડ’ શબ્દથી પીડા કરનારા દંડ લેવા. ગુરુએ શિષ્યને કરેલી શિક્ષા આવી હોઈ શકે – કદાચ ગુરુ શિષ્યને માંડલી બહાર કરે, કદાચ શિષ્ય સાથે ન બોલે, કદાચ તેને ભણાવે નહીં, કદાચ તેને વાપરવા ન આપે, અથવા રસકસ વિનાનું લખું-સુકું આપે. આવા બીજા દંડો પણ જાણી લેવા.
| વિનયનો ભંગ એટલે વિનય ન કરે અથવા ઓછો કરે. શિષ્યો થોડો પણ વિનયનો ભંગ કરે ત્યારે જો ગુરુ ગુસ્સે થાય તો પણ શિષ્યો તે ગુરુને ભગવાનની જેમ પૂજે છે. સામાન્ય પરિસ્થિતિમાં થોડા વિનયના ભંગમાં ગુરુ ગુસ્સો ન કરે. સંયોગવશાત્ કે સ્વભાવને કારણે તેમને થોડા વિનયભંગમાં ગુસ્સો કરવો પડે. શિષ્યો વડે કરાતા ગુરુના નાના અવિનયો આવા હોઈ શકે - “ગુરુ પોતાના આસન ઉપરથી ઊભા થાય ત્યારે શિષ્ય ઊભો ન થાય, પોતાના આસન ઉપર બેઠો જ રહે. ગુરુના વાપર્યા પહેલા શિષ્ય વાપરી લે. ગુરુની ઉપધિનું શિષ્ય પડિલેહણ ન કરે. ગુરુને પૂછ્યા વિના શિષ્ય કોઈ