________________
प्रकाशन
श्राद्धविधिप्रकरणम्
कथा
નામ બની ચૂક્યો છે.
કલ્પકિરણાવલી, બંધશતક અને શ્રાદ્ધવિધિ આ ત્રણ ગ્રંથોને નવસંપાદિત કરવાની ધારણા સાથે શ્રીદાન-પ્રેમ-રામચંદ્રસૂરિ ગ્રંથમાળાના અન્વયે ત્રણ પ્રતોનો સંપુટ સંઘ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. સમાનતા એ છે કે ત્રણેય ગ્રંથને પૂ. મુનિશ્રી રામવિજયજીમ.ની પ્રસ્તાવનાએ ગૌરવ બક્ષ્ય છે.
શ્રાદ્ધવિધિ ગ્રંથનાં પુનઃસંપાદન સમયે જૂની આવૃત્તિના પાઠોથી સંતોષ થતો ન હોવાથી હસ્તપ્રતનો આધાર લીધો છે. શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર-કોબાની હસ્તપ્રતની ઝેરોક્સના સથવારે આશરે અઢીસોથી વધુ સ્થાનોમાં પાઠશુદ્ધિ કરવામાં આવી છે. આ અર્થમાં આ પુનઃ સંપાદન નહીં બલ્ક નવસંપાદન છે.
શ્રાદ્ધવિધિગ્રંથના કથા વિભાગને બાદ કરીને કેવળ મૂળગ્રંથ અને તેના વિવરણને ગ્રંથાકારે પ્રકાશિત કરવાની અમો ભાવના સેવીએ છીએ. નજીકના ભવિષ્યમાં તે શ્રીવિધિસંક્ષેપ તરીકે પ્રકાશિત થશે.
પ્રવચન પ્રકાશને – ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યને ગુણવત્તા સાથે પ્રકટ કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે. તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન્ શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજીમ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજીમ.ના માર્ગદર્શનતળે અમે સાહિત્ય સેવાનો યત્કિંચિત્ લાભ પામીએ છીએ તેનો અમને અત્યંત આનંદ છે.
પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજયમભૂષણસૂરીશ્વરજી મહારાજાની મંગલપ્રેરણાથી શ્રી તપગચ્છ અમર જૈન શાળા, ટેકરી ખંભાત, (ગુજરાત)ના શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરી આ ગ્રંથને પ્રકાશિત કરવાનો લાભ લીધો છે અને તેની અનુમોદના કરીએ છીએ.
- પ્રવચન પ્રકાશન પૂના