SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशकीय श्राद्धविधिप्रकरणम् પ્રસ્તુત સંસ્કરણ : વાચકોના કરકમલમાં સાદર થયેલું આ પ્રકાશન, આ ગ્રંથરત્નનું દ્વિતીય સંસ્કરણ છે. પ્રથમ સંસ્કરણ, પૂજ્યપાદ પરમગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજસાહેબના સદુપદેશથી ભાવનગરની શ્રીજોનઆત્માનન્દસભા દ્વારા વિ. સં. ૧૯૭૪માં | પ્રકાશિત થયું હતું. પ્રથમ સંસ્કરણ ઘણા સમયથી અપ્રાપ્ય થયેલું હોવાથી, આ ગ્રંથનું પુનર્મુદ્રણ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ-સુરત તરફથી તેના ટ્રસ્ટીઓ પ્રકાશિત કરે છે. પ્રસ્તુત સંસ્કરણના સંશોધનમાં કોઈ મહત્ત્વનો ફેરફાર અમે કરી શક્યા નથી. કેટલીક વાર પ્રસંગો અને સંયોગો એવા ઉપસ્થિત થાય છે કે-ધારેલી ધારણાઓ નિષ્ફળ થાય છે. પ્રસ્તુતસંસ્કરણના સંશોધન અંગે પણ કાંઈક આવું જ બન્યું છે. જે પદ્ધતિએ અમે આનું સંશોધન કરવા ધારેલું તે અમે કરી શક્યા નથી. છતાં જેવું છે તેવું પણ સ્વાધ્યાયપ્રેમી ધર્મારાધકોને ઉપયોગી થશે તો અમે અમારા પ્રયત્નને સફલ માનીશું. પ્રથમ સંસ્કરણમાં મુદ્રિત થયેલી અને પૂ. મુનિરાજ શ્રીરામવિજયજી (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિજી) મહારાજે લખેલી પ્રસ્તાવના ઉપયોગી હોવાથી આ સાથે આપીએ છીએ. પૂજયપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની મંગલમયી કૃપાના યોગથી યત્કિંચિત્ શ્રુતસેવા કરી શકીએ છીએ તેઓશ્રીમદ્રનાં અગણિત ઉપકારોનું સ્મરણ આવા પ્રસંગે થાય તે સ્વાભાવિક છે. અન્ય સહાયકોના પણ અમે આભારી છીએ. આમાં રહેલ અપૂર્ણતા અને અશુદ્ધિઓનું પરિમાર્જન કરી, વિરતિધર્મની યથાર્થ આરાધના દ્વારા ભવ્યાત્માઓ અનંત અને અવ્યાબાધ સુખના ભોક્તા બનો એ જ શુભાભિલાષા સાથે વિરમીએ છીએ. મુંબઈ પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય-લબ્ધિસૂરીશ્વર-ચરણચચ્ચરિક માર્ગશીર્ષ શુક્લ પંચમી, વિ. સં. ૨૦૧૬ પં. શ્રી વિક્રમવિજયગણિ. શુક્રવાર, તા. ૪-૧૨-૫૯. મુનિ ભાસ્કરવિજય
SR No.009625
Book TitleShraddhavidhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Vairagyarativijay, Prashamrativijay
PublisherTapagaccha Amar Jain Shala Khambhat
Publication Year1917
Total Pages524
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Philosophy, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy