________________
(oo
-सूक्तोपनिषद्અર્ચનથી થયેલ આત્મસ્વરૂપનો મહિમા જાણે તે આવું ન જ કહી शडे.
-सूक्तोपनिषद् आत्मपरिणामहिंसन
हेतुत्वात् सर्वमेव हिंसैतत्। अनृतवचनादि केवल
मुदाहृतं शिष्यबोधाय।।४२।। હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ આ બધું જ આત્મપરિણામની હિંસારૂપ હોવાથી હિંસા જ છે, છતાં માત્ર શિષ્યના બોધ માટે અસત્ય વચન વગેરેથી વિરમણ કરવાનો ઉપદેશ આપ્યો છે.
(मालिनी) अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकर,
___सहजपरमचिच्चिन्तामणिनित्यशुद्धः। निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः,
किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ?।।१३८ ।। શાશ્વત, અદ્વિતીય, સહજ પરમ જ્ઞાનચિંતામણિ, નિત્ય શુદ્ધ, સ્વકીય અનંત જ્ઞાન-દર્શનથી સમૃદ્ધ એવો મારી અંતર્ગત પરમાત્મા છે. તો પછી ઘણા વિકલ્પોવાળા એવા બાહ્યભાવોનું મને શું કામ છે ?
इयमेकैव समर्था,
धर्मस्वं मे मया समं नेतुम्। सततमिति भावनीया,
पश्चिमसल्लेखना भक्त्या ।।१७५।। મારા ધર્મ-ધનને મારી સાથે પરલોકમાં લઈ જવા માટે આ એક જ સમર્થ છે. એમ સતત ભક્તિથી પશ્ચિમ સંલેખનાનું (સંલેખના વગેરે અંતિમ આરાધનાનું) પરિભાવન કરવું જોઈએ.
यावच्चिन्ताऽस्ति जन्तूनां,
तावद् भवति संसृतिः । यथेन्धनसनाथस्य,
स्वाहानाथस्य वर्धनम् ।।२४६।। જીવોને જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી સંસાર છે. જેમ કે ઈંધણથી યુક્ત એવા અગ્નિની વૃદ્ધિ થાય છે.
• पुरुषार्थसिध्युपाय . परदोषनिगृहनमपि
विधेयमुपबृंहणगुणार्थम् ।।२७।। ઉપબૃહણા ગુણ માટે બીજાના દોષોને ટાંકવા પણ જોઈએ.
• तियानुप्रेक्षा . अण्णोण्णं खज्जंता,
तिरिया पावंति दारुणं दुक्खं । माया वि जत्थ भक्खदि,
को अण्णो तत्थ रक्खेदि।।४।। અન્યોન્યથી ભક્ષણ કરાતાં તિર્યંચો દારુણ દુઃખને પામે છે, જ્યાં સ્વયં માતા પણ ભક્ષણ કરે, ત્યાં બીજું કોણ રક્ષણ કરે ?
[38]