________________
-
3
છે. તૂરોપનિષદ્ तनोतु ते वाक
નિશાન ? સૌરયમ્ !
છંદોનુશાસન નામના ગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે –
न हि सूक्तमहतामुपदेशमन्तरेण किञ्चिदस्ति । વિશ્વમાં જે કાંઈ પણ સૂક્ત-સુભાષિત છે, એ અરિહંત પરમાત્માનો જ ઉપદેશ છે.
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે દ્વાવિંશિકામાં કહ્યું છે - सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु,
स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता,
___ जगत्प्रमाणं जिनवाक्यविपुषः।। પરતંત્રની યુક્તિઓમાં જે કોઈ સૂક્ત-સંપત્તિઓ સ્કુરાયમાન થાય છે. એ તારા જ (પરમાત્માના જ) ચૌદ પૂર્વારૂપી મહાસાગરમાંથી ઉછળેલા, જગતને પ્રમાણ એવા જિનવચનના છાંટાઓ જ છે, એ અમારે મન ખૂબ નિશ્ચિત વાત છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે -
तस्याऽपि न सद्वचनं सर्वं यत् प्रवचनादन्यत्। પરદર્શનમાં રહેલું પણ સૂક્ત જિનાલયનથી ભિન્ન નથી.
ઉપરોક્ત શારવચનો દ્વારા સ્પષ્ટ થાય છે કે સમગ્ર વિશ્વમાં જે કોઈ પણ સૂક્ત-સુભાષિત-સમ્યમ્ વચન હોય તે બધું જ જિનવચન છે. આવા કેટલાક વચનો અહીં સાનુવાદ પ્રકાશિત થઈ રહ્યા છે. આ વચનોમાં અનેક અદ્ભુત તથા અપૂર્વ અપેક્ષાના બીજ રહેલા છે. આચારના ક્ષેત્રે પણ માર્મિક પ્રેરણાઓના ઝરણા વહી રહ્યા છે.
-સૂરોપનિષદ્ » સંયમજીવન પ્રત્યે ઉપનિષદોનો દૃષ્ટિકોણ મંત્રમુગ્ધ કર્યા વિના રહેતો નથી. દિગંબરીય શાસ્ત્રોમાંથી વીણેલા અનેક અદ્ભુત મોતીઓ પણ આ સાથે જ પ્રસ્તુત થઈ રહ્યા છે. અહીં કરેલ અનુવાદનું સર્જન તો દિશામાન સૂચવે છે. આ વચનોમાં ગંભીર ચિંતન અને સમ્યફ વિવક્ષાના ગ્રહણ દ્વારા જ તેનું પારમાર્થિક ફળ મળી શકશે.
પરમકૃપાળુ પરમાત્મા તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અસીમ અનુગ્રહથી આ પ્રબંધ સંપન્ન થયો છે. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ વાળા શ્રી વિમલભાઈની કુશળતાથી મદ્રણાદિ કાર્ય પણ સુસંપન્ન થયું છે. આ પ્રબંધ દ્વારા સ્વપરનું કલ્યાણ થાય એવી શુભાભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્.
- પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર
વિજય કલ્યાણબોધિસૂરિ ચે.સુ.૨, સં. ૨૦૬૫ શેરીસા તીર્થ
[2]