________________
सत्त्वोपनिषद्
RO ૮9 विनाशः । उग्रज्ञानादिसाधनानलपरिपक्वघटसकाशा हि स्वपरहितहेतवः ।
स्वात्मविस्मरणं हि परं विनिपातनिबन्धनम्। तत्स्मृत्यनुरूपाचरणधीराणां तु काले स्वतः सम्पत्समागमः।
तृतीयगुणो गाम्भीर्यम् । हर्षविषादादावनुपलभ्यमानचित्तविकारतेतदिति समयविदः । अस्थानदुःखप्रकाशनं नाम स्फुटमेव लाघवम् । न च गाम्भीर्ये सति स्वप्नेऽपि तत्सम्भवः, गभीरस्य सेव्यावस्थावस्थितઅગ્રણીઓ પ્રાયઃ ઉગ્ર જ્ઞાન-વૈયાવચ્ચ-તપ વગેરે સાધના કરીને આવ્યા હોય છે. અકાળે ફળ એ તો કાચા ઘડામાં પાણીની ધારા જેવું છે. તેનાથી તો કાચો ઘડો ને પાણી બંનેનો વિનાશ થાય છે. ઉગ્ર સાધના કરીને યોગ્ય કાળે ફળ મેળવે છે, તેઓ પાકા ઘડા જેવા છે. અને તેઓ જ સ્વ-પરના હિતકારી થાય છે.
પોતાના સ્વરૂપનું વિસ્મરણ એ પરમ વિનિપાતનું કારણ છે. જે તેને યાદ રાખીને ધીરજથી તેને અનુરૂપ આચરણ કરે તેને તો યોગ્ય સમયે પોતાની મેળે જ સંપત્તિનો સમાગમ થાય છે.
(3) ગંભીર- શાસકારો કહે છે કે સુખ-દુ:ખના સમયમાં પણ જેની મુખમુદ્રાદિથી હર્ષ-શોક કળી ન શકાય એનું નામ ગંભીર,
પોતાને સહારાની જરૂર હોય, એવી પરિસ્થિતિમાં પણ જે બીજાનો સહારો બને એનું નામ સજ્જન. કેટલાકને પોતાના દુઃખના ગાણા ગાયા કરવાની ટેવ હોય છે. આ વસ્તુ ગંભીરતાની તદ્દન વિરુદ્ધ છે. વિપત્તિ એ કદાય કર્માધીન છે પણ એને સો ગણી કરીને ભોગવવી કે ભૂલી જવી એ તો સ્વાધીન જ છે ને ? રડતું મોટું ને દુ:ખના ગાણા, આ સ્વયં કરેલું પોતાનું લાઘવ છે. મૂઢ જીવો ત્રણ રીતે પોતાની જાતને દુઃખી કરે છે, દુઃખ નથી આવ્યું ત્યારે એની કલ્પના કરીને, દુઃખ આવે ત્યારે રોઈ રોઈને એને ભોગવીને અને દુઃખ ગયા પછી તેને યાદ કરીને. મહાપુરુષોને તો દુ:ખ આવે ત્યારે પણ તેની પ્રતીતિ થતી નથી.
૮૨
-सत्त्वोपनिषद् स्यापि सेवकभावानिवृत्तिः, अन्वाह च - अवष्टम्भः कष्टितस्य च । गतायुषोऽपि धीरत्व - मित्यादि।
अनागतकल्पना-ऽऽगतरुदन-गतस्मृति-त्रितयेन मूढस्यात्मदुःखीकरणम् । महात्मनां तु दुःखकालेऽपि तत्प्रतीतिशून्यता। तदिदमाहसमसुखदुःख इति परमकलावलोकनानाकल्यमानसुखदुःखः, क्व चास्येङ्गितेष्वपि तत्प्रकाशनवार्तेति ।।३०।।
स्थैर्यादित्रितयानुचरं सत्त्वम्, यदविनाभाविनी सिद्धिः। त्रिकालगोचरोऽयं न्याय इति ख्यापयन्नाह
ये सिद्धा ये च सेयन्ति, सर्वे सत्त्वे प्रतिष्ठिताः । सत्त्वं विना हि सिद्धिर्न, प्रोक्ता कुत्रापि शासने । ।३१।।
પ્રવચનસારમાં એવા મહાપુરુષ માટે એક વિશેષણ વાપર્યું છે - સમસુખદુઃખ, સ્થૂળ દષ્ટિએ લાગે કે જે સમભાવે સુખ-દુઃખ ભોગવી લે એ સમસુખદુ:ખ. પણ ટીકાકારે એની અદ્ભુત વ્યાખ્યા કરી છે - પરમકલાના અવલોકનમાં જેની એટલી મગ્નતા છે કે તેને સુખદુ:ખનું સંવેદન જ થતું નથી એનું નામ સમસુખદુ:ખ. એવા મહાપુરુષના તો ઈંગત-આકારમાં પણ સુખ-દુ:ખનું પ્રકાશન સંભવિત નથી. સુખદુ:ખના અનુભવોને વ્યક્ત કરવાનું બંધ કરીએ એટલે એના અનુભવવિચારોની અસર પણ મોળી પડે છે. પરિણામે એ જ દશા આવીને ઉભી રહે છે કે જે પરમર્ષિએ કહી – ‘વાધ્યતે ન વ દર્વેન વિવાન ન ૧ વા’ આ વિશેષતાઓ વિના સત્વશાળી બનવું અશક્ય છે અને સત્વ વિના સિદ્ધિ મેળવવી અશક્ય છે, પરમર્ષિ કહે છે -
જે કોઈ આજ સુધી સિદ્ધ થયા છે, અને જેઓ સિદ્ધ થશે એ બધામાં સત્વ ગુણ પ્રતિષ્ઠિત હતો અને હશે. સત્ત્વ વિના શાસનમાં ક્યાંય પણ સિદ્ધિ કહી નથી.in૩૧. ૧. - શિલ્યા ૨. ૬-૬-T- વિના રૂ. - perfક બિનારસનો - પ્રોફ કાસને