________________
सत्त्वोपनिषद्
RO) oo तत्स्वकान्यासन्, सप्तदश विनेयकाः ।।' इत्यादि ।
तादृशमहापुरुषवृत्तमपि विभाव्यमानं स्वापात्रतासाक्षात्कारद्वारेण स्पृहाविषलताङ्गारवृष्टिसरूपम् । ____ दानादिचतुर्विधधर्मपरायणानामद्भुतदेवगुरुभक्तिकटिबद्धानां सुविशुद्धतरसम्यक्त्वानां श्राद्धानां किमहं वन्दनीयोऽपीति चिन्त्यम् । क्व च मे तदुपदेशकतेत्यपि विभावनीयम् ।
धम्मो जिणपन्नत्तो ‘पकप्पजइणा कहेयव्यो' इति पारार्षमप्यत्र स्मरणीयम्, न च सम्यक्प्रवृत्त्याऽदोषः, अनधिकारिणः कुत्रापि
આયાર્ય પ્રેમસૂરિજીએ ૩૦૦ સાધુઓના વિરાટ સમુદાયનું સર્જન કર્યું, પણ એમના પોતાના માત્ર ૧૭ શિષ્યો હતાં એ પણ ન છૂટકે.. બે જ કારણથી, એક તો પોતાના ગુરુની આજ્ઞા અને બીજું દીક્ષાર્થીનો અત્યાગ્રહ. ઉચ્ચ પાત્રતા હતી, છતાં ય લઘુતા કેવી ! એક તેજસ્વી દીક્ષાર્થીએ તો મીઠી ચીમકી (!) આપી દીધેલ.. બીજાનું નામ બોલ્યા છો તો ઓઘો ત્યારે જ પાછો આપીશ.”
ધન્ય છે એ મહાપુરુષોને. નિઃસ્પૃહ આત્માએ બધી જ પદવીઓ પરાણે રોતા રોતા લીઘી છે. પ્રચંડ શક્તિ હોવા છતાં વ્યાખ્યાનની પાટ ગજાવી નથી. આ બધાનો વિચાર કરીએ તો આપણી જાત પર તિરસ્કાર છૂટ્યા વિના ન રહે. આપણી સ્પૃહાઓ ઓગળી ગયા વિના ન રહે. આપણને એવી વસ્તુઓનો બીજા તરફથી આગ્રહ થતાં આંખમાંથી અશ્રુની ધારા વહ્યા વિના ન રહે.
આજે શ્રાવકો-શ્રાવિકાઓ કેટકેટલી સાધના કરે છે. કેટકેટલી આશ્ચર્યજનક દુષ્કર તપસ્યાઓ કરે છે. પરસેવો પાડીને કમાયેલું ઘન સાતે ક્ષેત્રોમાં જીવદયા અનુકંપામાં ઉલ્લાસપૂર્વક વાપરે છે. દેવગુરુની ભક્તિમાં ગાંડા-ગાંડા થઈ જાય છે. સમ્યત્વ પણ તેમનું વિશુદ્ધતર સંભવે છે.
-सत्त्वोपनिषद् सम्यक्करणाभावात् । एवं स्थितेऽपि व्याख्यानपीठाभीप्साऽपरेादि चेति बाढमसामञ्जस्यम्, अधिकं न्यायविशारदे ।
निरीहता पात्रताबद्धलक्ष्यता पात्रप्रमोदश्चेति त्रितयमैश्वर्यसिद्धिरहस्यम् । तत्परिणत्यै नार्थ्यत इत्यादि परमर्षिसुभाषितं प्रतिपदं स्मरणीयम् ।
विस्मृतैतदुपनिषदामाशावैवश्यव्याकुलात्मनां सततमनुधावतां परित्यक्तसदाचाराणां कूटनीतिपरायणानामिया॑दहनदग्धहृदां नीरसपुण्योदीरणयत्नतत्पराणां क्लेशैकफलानां तु सुदूर एवाभिवाञ्छितसिद्धिः ।
શું પોતે ખરેખર તેમને વંદનીય છે ? તેમને ઉપદેશ આપવાની યોગ્યતા ધરાવે છે ? એનું ચિંતન કરીએ તો સ્પૃહા-ઈર્ષ્યા આદિ પર સરળતાથી વિજય મેળવી શકાય.
જેણે છેદસૂત્રોનો અભ્યાસ કર્યો છે એ દેશનાના અધિકારી છે એવી ભગવાનની આજ્ઞા છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે જે અધિકારી નથી એની કોઈ પણ પ્રવૃત્તિ સમ્યક ન હોઈ શકે. આમ હોવા છતાં વ્યાખ્યાનની સ્પૃહા કરવી, ન મળે તો ઈર્ષ્યા વગેરે કરવી એ અતિ અનુચિત છે. આ વિષયમાં ન્યાયવિશારદ વાર્તિકમાં વધુ સ્પષ્ટીકરણ કર્યું છે.
| નિઃસ્પૃહતા, પાત્રતાનું ધ્યેય અને પાત્રની હાર્દિક અનુમોદના આ ત્રણ વસ્તુ આવશે એટલે બધું આવી ગયાં વિના રહેવાનું નથી. પરમર્ષિનો આ શ્લોક ‘નાર્થત થાવ' ડગલે ને પગલે યાદ રાખવા જેવો છે. આ રહસ્ય ભૂલીને જીવ પોતાની અદમ્ય ઈચ્છાથી આકુળવ્યાકુળ થઈ જાય છે. આકાશ-પાતાળ એક કરે છે. સદાચારને નેવે મૂકે છે. ખોટા દાવપેચ રમે છે પણ એનું મનોવાંછિત તો દૂર ને દૂર ભાગતું રહે છે. રસ વિનાની શેરડી હોય અને એના પણ નીચોવાઈ ગયા પછીના છોડા હોય, એના જેવા પુણ્યની પેલો ઉદીરણા કર્યા કરે છે. ફરી ફરી એ છોડાને સંચામાં નાંખે છે. એક ટીપું ય નીકળે