________________
सत्त्वोपनिषद् -
इत्याद्यद्भुततितिक्षाणां भगवदादृतानां स्मरणमपि क्लीवानां पुङ्गवी
करणम् । विश्वविध्वंसनक्षमे बले सत्यपि चेत् प्रभोः सा क्षमा, चरम
शरीरित्वेऽपि चेत् सा तितिक्षा तदा किं ममेदृङ्मात्रमिति । । ६ । । अथ स्याद्वादसिद्धिनिदर्शनभूतं मुनौ विरोधिस्वभावद्वयसमन्वयमाह
土
29
તે કાયોત્સર્ગ કર્યા હતાં.. હું સુખશીલતા મૂકીને યથાશક્તિ તો ઠંડી સહન કરું... ધાબળા વગેરેનો તો સદંતર ત્યાગ કરું. તે અગ્નિની જ્વાળાઓને સહી હતી.. હું કમ સે કમ હવાવાળી જગ્યા તો ન શોધું. તે અનાર્યોના માર સહન કર્યા હતાં. હું ગુરુજન-મુનિજનોના હિતવચનોને તો વધાવી શકું. સંગમની અપ્સરાઓ હારી-થાકીને તને પથ્થરની પ્રતિમા સમજીને જતી રહી.. હું સ્ત્રીસંપર્ક તો સદંતર બંધ કરી શકું..અનિવાર્ય સંયોગોમાં મારી દૃષ્ટિ નીચી રાખી શકું.
ઓ વીર ! તારી સાધનાના સાગરના આ બે બિંદુ પણ નથી... આ તો એનો ભીનો ભીનો પવન છે... આટલું તો આપીશ ને ???
-
(પરમર્ષિએ પરીષહોની સંમુખ જવાની વાત કરી તેમાં અમુક અપવાદ સમજવા સ્ત્રી પરીષહ અન સત્કાર-પરીષહ આ બે ભાવશીતપરીષહો છે. એનાથી વધારે ને વધારે દૂર જ ભાગવું જોઈએ. મિથ્યાત્વીના પરિચયાદિથી સમ્યક્ત્વ દૂષિત થાય છે, માટે દર્શનપરીષહની પણ સામે ન જવું જોઈએ. ભવિતવ્યતાથી નિમિત્તો આવી પડે તો પરીષહજય કરાય. પણ આ પરીષહોના નિમિત્તોને સામે ચાલીને ઊભા ન કરાય.) 1|9||
હવે પરમર્ષિ મુનિઓની એક અદ્ભુત વિશેષતા બતાવે છે જે સ્યાદ્વાદની સિદ્ધિના દૃષ્ટાન્તરૂપ છે. કારણ કે એમાં બે વિરોધિસ્વભાવોનો સમન્વય થયો છે. આ રહી એ વિશેષતા૬. કાયરોને પણ શ્રેષ્ઠ પુરુષ બનાવે
છે. = ઉત્તમ પુરુષાર્થ-પરાક્રમથી સંપન્ન બનાવે
છે.
૨૨
उपर्सगं सुधीरत्वं सुभीरुत्वमसंयमे ।
लोकातिगं द्वयमिदं मुनेः स्याद्यदि कस्यचित् । । ७ ।।
ઉપસર્ગના સમયે અત્યંત ધીરતા અને અસંયમમાં અત્યંત
ભીરુતા આ બંને લોકોત્તર સદ્ગુણો કોઈનામાં હોય તો એ છે મુનિ. 11911
7
- सत्त्वोपनिषद्
એક સંત કોઈ કારણસર રાજઅપરાધમાં આવી ગયાં. રાજદરબારમાં હાજર કરાયાં. રાજાએ કેદની સજા કરી. સંત સ્મિત કરતાં હતાં. રાજાને પોતાની ભૂલ થતી લાગી, કોરડાના માર સાથે સખત કેદની સજા કરી. સંત મંદ મંદ હસી રહ્યાં હતાં. રાજાનું સ્વમાન જરા ઘવાયું. દેશનિકાલની સજા ફરમાવી, સંત એવા ને એવા હતાં. રાજાનો પિત્તો ગયો. ફાંસીની સજા ફરમાવી, સંત તો જાણે આનંદવિભોર બની ગયાં. રાજા ઘૂઆપૂઆ થઈ ગયો. વૃદ્ધ મંત્રીની સામે જોયું. મંત્રીએ કહ્યું, ‘રાજન્ ! તમારે ખરેખર સંતને સજા કરવી હોય તો એમની પાસે કોઈ સ્ત્રીસંબંધી પાપ કરાવી દો.’ આ સાંભળીને સંતના પગ ધ્રુજવા લાગ્યા, પરસેવો છૂટી ગયો, ધડકતે હૈયે અને થોથવાતે શબ્દે રાજા પાસે પોતાને માફી આપવા કરગરવા લાગ્યા. ચકિત થઈ ગયેલાં રાજાએ તેમને છોડી મૂક્યાં.
પરમર્ષિના શ્લોકનો સાક્ષાત્કાર આપણે એ સંતમાં કરી શકીએ છીએ. કેટલી સહજ વાત છે ! આપણે જેની પ્રતીક્ષા જ કરી રહ્યા હોઈએ એનું આગમન થાય એમાં કોઈ પ્રશ્ન આશ્ચર્ય - ફરિયાદતકલીફ-ઈન્કાર હોઈ શકે ખરો ?
-
મોક્ષમાર્ગનો યાત્રી એટલે દુઃખ, આપત્તિ ને ઉપસર્ગોનો પ્રતીક્ષક, પછી એ ઘીરતાપૂર્વક ઉપસર્ગોના વધામણા કરે એમાં શું નવાઈ ? શરીર પ્રત્યેની તદ્દન નિરપેક્ષતા અને આત્મા પ્રત્યેની અત્યંત સાપેક્ષતા આવે એટલે આ વસ્તુ આવ્યા વિના ન રહે. શરીર અનિત્ય છે, ૨. લા- સર્ચે | ૨. જ્ઞ- સુમીરત્વ| રૂ. 7- મુની