________________
Re-ऋषिभाषितानि
- 21 તેમણે પોતાની પરિસ્થિતિનો ચિતાર આપતા કહ્યું છે કે, હું ટીકા લખવા તો બેઠો, પણ મને તેમાં ત્રણ વસ્તુ બાધક છે.
(૧) હું અજ્ઞ છું. (૨) આ શાસ્ત્ર ગંભીર છે. (૩) આ શાસ્ત્રના પુસ્તકો અશુદ્ધિ ભરપૂર છે.
મારી બાબતમાં પ્રથમ મુદ્દો તો સિદ્ધ જ છે, દ્વિતીય મુદ્દો પણ સમજી શકાય એમ છે. તૃતીય મુદ્દા પર થોડો પ્રકાશ પાડવા ઈચ્છું છું.
શ્રીઋષિભાષિતસૂત્રનું પ્રાયઃ સૌ પ્રથમ મુદ્રિત પ્રકાશન વિ.સં. ૧૯૮૩ માં રતલામની શ્રી ઋષભદેવજી કેશરીમલજીની પેઢી દ્વારા થયું. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા વિ.સં. ૨૦૫o માં તેનું પુનર્મુદ્રણ થયું છે. જેમાંથી મેં સૌ પ્રથમ પ્રસ્તુત સૂત્રનું અધ્યયન કર્યું હતું.(T)
ઈ.સ. ૧૯૪૨ માં જર્મનીમાં ગોરિંજિનો દ્વારા પ્રથમ ખંડ રૂપે ઋષિભાષિતસૂત્ર પ્રકાશિત થયું.જેના સંપાદક ડૉ. વાઘેર શુબિંગ હતા. તેનો બીજો ખંડ ડૉ. વાઇ સ્પીકર દ્વારા સંપાદિત-પ્રકાશિત થયેલો છે. બીજા ખંડમાં પ્રસ્તુત સૂત્રની ટીકા આપી છે. બન્ને ખંડમાં મૂળસૂત્ર અને ટીકા રોમન લિપીમાં આપેલ છે. આ પ્રકાશનનું અંગ્રેજી અને નાગરીલિપિમાં પ્રકાશન શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ તરફથી ઈ.સ. ૧૯૭૪ માં થયું હતું. (૪) જો કે એમાં “ટીકા” એવો નિર્દેશ કર્યો છે. પણ તે છાયાપ્રાયઃ જ છે. અને તે પણ અપૂર્ણ છે. તેથી એને ખરી રીતે ટીકા ન કહી શકાય.
અન્ય પ્રકાશન શ્રીસુધર્માજ્ઞાનમંદિર - મુંબઈ તરફથી ઈ.સ. ૧૯૬૩ માં પ્રકાશિત થયું છે. (૪) જેના સંપાદક પં. મનોહરમુનિજી “શાઝી “સાહિત્યરત્ન” છે. એક પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર દ્વારા ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત છે. (ત) જેના સંપાદક મહોપાધ્યાયશ્રી વિનયસાગરજી છે. અંતિમ બંને પ્રકાશનો સાનુવાદ છે. ૧, મુદ્રિત પ્રકાશનોને પણ (7) વગેરે સંજ્ઞા આપીને તેમના પણ પાઠાંતરોનો સમાવેશ કર્યો છે.
22.
आर्षोपनिषद् - શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ઈ.સ. ૧૯૮૪ માં પ્રકીર્ણકસૂત્રોનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો છે. તેમાં પણ ઋષિભાષિતસૂઝ સમાવિષ્ટ છે. (9) જેના સંપાદક પં. અમૃતલાલ ભોજક છે. અને સૌથી અંતિમ પ્રકાશન ઈ.સ. ૧૯૯૮ માં પ્રાકૃત ગ્રંથ પરિષદ તરફથી પ્રકાશિત થયું. જે ઋષિભાષિત સૂત્રનો પ્રાકૃત-સંસ્કૃત શબ્દકોષ છે. (૪) જેના સંપાદક છે ડો. કે.આર. ચન્દ્ર.
આ રીતે ઋષિભાષિતસૂત્ર પર અનેક મુદ્રિત સાધનો હોવા છતાં સંશોધનની આવશ્યકતા ઊભી જ હતી. કારણ કે મોટા ભાગના પ્રકાશનોમાં જર્મન પ્રકાશનનું અનુકરણ થયું હતું. આ પ્રકાશનમાં પાઠ સંપાદનમાં હસ્તપ્રતોનો ઉપયોગ થયો હતો. એ વાત સાચી, પણ
જ્યાં જ્યાં સંપાદકશ્રી હસ્તાદર્શના પાઠની સંગતિ ન કરી શક્યા ત્યાં ત્યાં તેમણે કલ્પિત પાઠ મૂકી દીધા, કોઈ પણ વિદ્વાન તેમના મૂળ પાઠ અને પાઠાન્તરોની પ્રસ્તુત પ્રકાશન સાથે તુલના કરશે તો આ વસ્તુ નિશ્ચિતરૂપે જણાયા વિના નહી રહે. હજી એક મુશ્કેલી એ થઈ કે કલ્પિત પાઠોને કાઉંસમાં ન મુકતા સળંગ પાઠમાં જ મૂક્યાં છે. હસ્તાદર્શનો પાઠ અસંગત ન હોય તો પણ તેને યથાવતું મૂકીને કલ્પિત પાઠ કાઉંસમાં જ મુકવો ઉચિત હતો. જ્યારે અહીં એવું પણ બન્યું છે કે હસ્તાદર્શનો પાઠ સંગત હોવા છતાં તેને પાઠાન્તર તરીકે ટિપ્પણમાં મુકી મૂળપાઠમાં અસંગત એવો કલ્પિત પાઠ મુક્યો છે. અને આવા પણ અનેક સ્થળો છે.
આવું થવામાં ઉચિત અર્થઘટન અને સંગતિ માટે જરૂરી જ્ઞાનનો અભાવ જ કારણભૂત હોઈ શકે. પણ અજ્ઞતાને સ્વીકારી “તત્વ બહુશ્રુતગમ્યમ્” એવું વલણ રાખવાને બદલે જ્યારે સૂત્રકારની ભૂલો કાઢવામાં આવે, ત્યારે હદ થાય છે. જર્મન પ્રકાશનમાં જે સંસ્કૃત છાયા છે - “તેમાં આ અંશ નિરર્થક છે.” “આ અહીંથી અપાય (કાઢી નાંખવા યોગ્ય) છે.” એવા અનેક ટીકા ટીપણો મળે છે.