________________
नानाचित्तप्रकरणम्
કૈસા પ્રશ્નો વર્ગ
વિશ્વના લગભગ બધા જ ધર્મોએ માન્ય કરેલું એક સનાતન સત્ય છે – ‘અહિંસા એ પરમ ધર્મ છે.” જાણે અહિંસા એ સર્વ ધર્મોના સંગમનું એક અનુપમ ધામ છે. સર્વ ધર્મોમાં રહેલું પ્રાણભૂત તત્વ છે. આમ છતાં પણ વિભિન્ન ધર્મોમાં આયાર તથા વિયારના ક્ષેત્રે જાત જાતની અને ભાતભાતની વિશેષતા કેમ દેખાય છે ? ક્યાંક ક્યાંક તો ઉતર-દક્ષિણ જેવા છેડા કેમ દેખાય છે ? પરસ્પર વિપતિપતિઓ કેમ છે ? અને એ વિપતિપત્તિઓનું નિરાકરણ શું હોઈ શકે ?
આપણું સુખદ સંભોગ્ય છે કે સર્વે ધર્મોએ અહિંસાને તો સ્વીકારી જ છે. એ જ અહિંસાના આધારે સર્વ વિપતિપતિઓ ને વિવાદોનું, મતભેદો અને મનભેદોનું નિરાકરણ પણ શક્ય બન્યું છે. બે જણ કદી મળતાં જ ન હોય, કોઈ વાતે સંમત ન હોય તો વિચારણા શક્ય જ ન બને, પણ અહીં એવું નથી. અહિંસા એક એવું બિંદુ છે, કે જ્યાં સર્વ ધર્મની રેખાઓ અવશ્ય સપર્શ કરે છે.
અહિંસાના માધ્યમે વિવાદોનું વિશદ નિરાકરણ એટલે જ નાનાયિતપકરણ, એક ધન્ય પળે કો'ક પ્રાચીન પરમર્ષિએ આ પ્રકરણની
સ્પના કરી. એવું પણ કહેવાય છે કે આ પ્રકરણના કd ૧૪૪૪ ગ્રંથોના રચયિતા યાકિનીમહતરાધર્મપુત્ર પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા છે, પણ આ વિષયમાં હજુ નિશ્ચય થયો નથી. આ પ્રકરણ દ્વારા જ રચયિતાએ પોતાના અગાધ જ્ઞાન, અપ્રતિમ તર્કશક્તિ, સ્વ-પર શાસ્ત્રોનો વિશદ અભ્યાસ અને અહિંસાના અવિહડ અનુરાગનો પરિચય આપી દીધો છે. ગ્રંથકારનું જીવન ચરિત્ર જે પરિચય ન આપી શકે, તે પરિચય તેમણે રચેલ ગ્રંથની એકાદ પંક્તિ પણ આપી શકે છે. પ્રસ્તુત પ્રકરણના વાયકો આ વાસ્તવિકતાનો જરૂર અનુભવ કરશે.
પ્રસ્તુત પ્રકરણ પર અન્ય કોઈ ટીકા કે અનુવાદ વગેરે ઉપલબ્ધ થતાં નથી. અપ્રસિદ્ધ અવસ્થામાં રહેલ આ અદ્ભુત પ્રકરણ પ્રકાશમાં
- દંસોના આવે, એ ભાવનાથી તેના પર સંસ્કૃત ટીકા અને ભાવાનુવાદનું સર્જન કરવાની ભાવના થઈ. આ ભાવના આજે સાનંદ સાકાર થઈ રહી છે. આ પ્રયાસ પ્રકરણના રહસ્યોનું ઉદ્ઘાટન કરવામાં કેટલા અંશે સફળ છે એ તો બહુશ્રુતો જ કહી શકે. એ નિર્ણય વિદ્વાન વાયકો પર છોડી દઈ, ક્ષતિનિર્દેશ કરવા માટે તેમને નમ પ્રાર્થના કરું છું.
પ્રસ્તુત ટીકામાં સાક્ષીપાઠો અંગે એક ખુલાસો - આ ટીકામાં અનેક સાક્ષીપાઠો જૈનેતર ગ્રંથોના પણ આપ્યા છે, અને તેમાં હજુ એક વિશેષતા એ છે કે પ્રસ્તુત પદાર્થના સંદર્ભમાં જૈનદર્શનનો એક પણ સાક્ષીપાઠ મુક્યા વિના જ માત્ર પરદર્શનનો જ સાક્ષીપાઠ આપ્યો છે. એવા સ્થળે આશય એ જ છે કે જે દર્શનના આયારોનું સૂક્ષ્મ દૃષ્ટિએ વિશ્લેષણ કર્યુ છે અને એ વિશ્લેષણ દ્વારા જે તારવણી કરી છે, એ તારવણીને પણ જો તે દર્શનના શાઓ જ ટેકો આપતાં હોય, તો તેનાથી વધુ પુષ્ટિ બીજા શેનાથી થઈ શકે ? સ્વદર્શનના પ્રમાણો રજુ કરવા જતાં કદાય પક્ષપાતની પણ શંકા થાય, પણ પરદર્શનીઓ જ્યારે પોતાના જ આયારોના તાત્વિક સ્વરૂપના નિરૂપણ કરનારાઓને ટેકો આપે તો એ સ્થિતિમાં બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.
ટીકાના નામ અંગે – આ પૂર્વેના ગ્રંથોની ટીકામાં તે ગ્રંથોના નામને અનુરૂપ જ નામકરણ કર્યું છે. જેમકે હિંસોપનિષ, લોકોપનિષદ્, આપનિષ, દેવધર્મોપનિષદ્ વગેરે, પણ પ્રસ્તુતમાં ગ્રંથ અને વૃત્તિના નામોમાં પરસ્પર અનુરૂપતા નથી, એ જણાઈ આવે છે, તેનું કારણ એ છે કે ગ્રંથનું નામ મુખ્યત્વે બે રીતે પડતું હોય છે. (૧) ગ્રંથમાં નિરૂપિત વિષય પરથી (૨) ગ્રંથના આદ્ય શબ્દ પરથી. અહીં એક જ સૂત્રમાં બંને ઉદાહરણ જોઈએ જેમ કે એક આવશ્યક સૂત્ર, જેમાં ચોવીશ ભગવાનોના નામ આવે છે, તેનું નામ ‘નામસ્તવ” પણ છે, જે વિષયાનુસાર છે અને ‘લોગસ્સ’ પણ છે, જે આધ શબ્દાનુસાર છે.
પ્રસ્તુત પ્રકરણનું નામ સાંભળીને કદાય એવી કલ્પના થાય કે આમાં અનેક પ્રકારના ચિતોનું વર્ણન હશે. પણ વાસ્તવમાં એવું વર્ણન અહીં નથી. પરંતુ પ્રકરણની દ્વિતીય ગાથામાં પ્રથમ શબ્દ ‘નાયિત્ત છે.