________________
ની મર્રદરિનિર્વેવમ્ -
- ૪ अपि चजनो मृषाकरोद्भेदं विषस्य विषयस्य च। अजामजं च तन्नूनमाकारो भेदयत्ययम् ।।१६।। ક્રિડ્યयदि यौवने न तृष्णा कृत्स्नापि विनिर्गता हताशेयम् । निर्यास्यति सहचर्या जरसा श्लिष्टा न कष्टकृष्टापि।।१७।।
પર્થदन्तानां दृढतां कचस्य च तमोमालिन्यमक्ष्णोः पुन
- વૈરાગ્યોપનિષદ્ જાય, રસ-કસ વિનાના થઈ જાય એટલે જાણે તૃપ્ત થઈ ગયેલા વિષયો તેમને છોડી દે છે. એટલું જ નહીં
લોકોએ વિષ અને વિષયનો જે ભેદ કર્યો છે, તે મિથ્યા જ છે. ખરેખર જેમ અજા (બકરી) અને અજ (બકરો) નો ભેદ છે, તેમ અહીં પણ આકારમાં જ ભેદ છે.
અર્થાત્ અજ અને અજામાં માત્ર ‘આ’ નો ભેદ છે. = ‘આકારનો ભેદ છે. તેમ વિષ અને વિષયમાં આકાર = દેખાવનો ભેદ છે. વાસ્તવમાં બંને સમાન છે. (શ્લેષ દ્વારા બંને પક્ષે આકાર શબ્દનો જુદો જુદો અર્થ લેવાનો છે.)
વળી- પ્રશસ્ત આશાઓ પર પાણી ફેરવી દેનારી એવી નિર્દય છે તૃષ્ણા. જો યૌવનમાં સંપૂર્ણ તૃષ્ણા નહીં જાય, તો જરા (ઘડપણ) તો તેની હાલી રાખી છે. ઘડપણ અને તૃષ્ણા તો સાથે જ હોય છે. એ બંને જાણે ભેટેલા હોય, તેમ મુશ્કેલીથી ખેંચવા છતાં પણ છુટ્ટા પડતા નથી. માટે વિષયતૃષ્ણા વૃદ્ધપણામાં સરળતાથી જતી રહે છે, એ વાત સત્ય નથી.
જુઓ – જીવો જ્યારે જરારૂપી જ્વરથી અત્યંત પરાભૂત થઈ જાય છે, ત્યારે તેઓ લાચાર બની જાય છે, અશરણ બની જાય છે.
so
- મસ્તૃહરિનિર્વેદ स्तत्तद्ग्राहकतां तनोस्तरुणतामप्यायुषो दीर्घताम्। एवं नाम जराज्वरादतिपराभूतस्य जन्तोरियं, तृष्णा निःशरणान्य(णास्त)वर्गविभवानाच्छिद्य सम्माद्यति ।।१८।।
देवतिलकः - हा कष्टम् ! महायोगिन् ! का प्रकारः ।
गोरक्षः - राजन् ! एहि, वैराग्यबीजभूतां ते प्रेयसी योगबलेन जीवयित्वा रहसि तया त्वां सङ्गमय्य तवापनयामि निर्वेदम् । (इति राजानं हस्ते गृहीत्वा परिक्रामति।) देवतिलका - (सानन्दम् ।) अहमपि रहस्थानमिहेव सम्पादयामि ।
(ત્તિ નિન્તિ: સર્વે ) इति चतुर्थोऽङ्कः।
- વૈરાગ્યોપનિષદ્ - તે સમયે તૃષ્ણા તેમની કેવી દુર્દશા કરે છે... દાંતોની દઢતાને ઝૂંટવી લે છે. વાળોની કાળાશને આંચકી લે છે. આંખોની જોવાની શક્તિને હરી લે છે. શરીરનું તારુણ્ય પડાવી લે છે. આયુષ્યની દીર્ઘતાને ચોરી લે છે. અને આ બધો વૈભવ લૂંટીને ખૂબ આનંદિત થતી રહે છે.
દેવતિલક :- હાય ! અમે તો મોટી આફતમાં પડી ગયા. ઓ મહાયોગી ! કોઈ પણ રીતે અમને બચાવ. અમારા રાજાના વૈરાગ્યને દૂર કરી દે.
ગૌરક્ષનાથ :- રાજન્ ! તારા વૈરાગ્યનું બીજ છે તારી પ્રિયતમાં, હું મારા યોગબળથી તેને જીવંત કરી દઉં છું. એકાંતમાં તેની સાથે તારું મિલન કરાવી તારા વૈરાગ્યને દૂર કરી દઉં છું. (આમ કહીને રાજાનો હાથ પકડીને ચાલે છે.)
દેવતિલક :- (આનંદ સાથે) હું પણ અહીં જ એકાંતની વ્યવસ્થા કરી દઉં છું. (બધા નીકળી જાય છે.)
ઈતિ ચતુર્થ અંક