________________
મીની ભર્તૃહરિનિવૃતમ્ -
.અનુમોદના..... અભિનંદન.........ધન્યવાદ...
” સુકૃત સહયોગી આ
શ્રી સુભાનપુરા જૈન સંઘ,
વડોદરા
જ્ઞાનય ની
ભૂ?િ ભૂરિ અનુમોદના
..અનુમોદના.... અભિનંદન......... ધન્યવાદ.
भर्तृहरिनिर्वेदम्
નમો વૈરાગ્યનિબાય...
ભોગોને તો અમે શું ભોગવવાના હતા, ભોગોએ જ અમને ભોગવી લીધા...
તૃષ્ણા ઘરડી ન થઈ, અમે પોતે જ ઘરડા થઈ ગયા... કાળ પસાર નથી થયો, અમે પોતે જ પસાર થયા... વૈરાગ્યરસથી તરબતર આવા કેટલાય સુભાષિતો આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, જેના કર્તા ગણાય છે રાજા ભર્તૃહરિ. એ ભર્તૃહરિ રૂડા રાજમહેલ છોડીને વન-વગડાની વાટે કેમ નીકળી પડ્યા ? મોટું સામ્રાજ્ય પણ ધૂળ જેવું લાગે, મનગમતા વિષયો પણ વિષ જેવા લાગે, એવું કયું નિમિત્ત આવી ગયું ? તેના જીવનમાં એવી તે કઈ ઘટના બની ? આ સમગ્ર પ્રસંગને નાટકરૂપે વણી લેતી નાનકડી કૃતિ એટલે જ ‘ભર્તૃહરિનિર્વેદ’, જેના કર્તા છે શ્રીહરિહરોપાધ્યાય.
રાગની ભૂમિકા પર ઉભેલી આ વૈરાગ્યની વિરાટ ઈમારત છે. અદ્ભુત શ્લોકો... માર્મિક ઉપદેશ... ચોટદાર પંક્તિઓ અને નીતરતો વૈરાગ્યરસ આ નાટકની આગવી વિશેષતાઓ છે. ભલભલા રાગીઓને પણ વિરાગરસથી તરબોળ કરી દે, એવું સામર્થ્ય અહીં એક-એક શ્લોકમાં રહેલું છે.
આ કૃતિના માધ્યમે સ્વ-પરના વૈરાગ્યની વૃદ્ધિ થાય એ આશયથી પ્રસ્તુત ભાવાનુવાદનું સર્જન કર્યુ છે. અર્થગંભીર રચનાનો શબ્દશઃ અનુવાદ કેટલો ક્લિષ્ટ બની જાય, એ વસ્તુ વિદ્વાનો સારી રીતે સમજે છે. તેથી કૃતિનો રસ જળવાઈ રહે તે દૃષ્ટિને પ્રાધાન્ય આપીને અહીં શબ્દશઃ અનુવાદ કર્યો નથી. માટે શબ્દાર્થના અર્થીઓની ક્ષમા ચાહું છું.
પરમ કૃપાળુ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ અને અનંતોપકારી ગુરુદેવશ્રી હેમરાન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રસાદથી