________________
વસ્તુપાલનું આત્મવૃત્તાંત ઃ
—
સંપાદકીય
तस्यानुजः पितृपदाम्बुजचञ्चरीकः, श्रीमातृभक्तिसरसीरसकेलिहंसः । साक्षाज्जिनाधिपतिधर्मनृपाङ्गरक्षो, जागर्ति नर्तितमना हृदि वस्तुपालः ॥ नागेन्द्रगच्छमुकुटाऽमरचन्द्रसूरिपादाब्जभृङ्गहरिभद्रमुनीन्द्रशिष्यात् । व्याख्यावचो विजयसेनगुरोः सुधाभमास्वाद्य धर्मपथि सत्पथिकोऽभवद् यः ॥ कुर्वन् मुहुर्विमल- रैवतकादितीर्थयात्रां स्वकीयपितृपुण्यकृते मुदा यः । सङ्घट्टितसङ्घपदरेणुभरेण चित्रं, सद्दर्शनं जगति निर्मलयाम्बभूव ॥ ય: સ્વીયમાતૃ-પિતૃ-વધુ-તંત્ર-પુત્ર-મિત્રાપુિયનનયે નનયાØાર | सद्दर्शनव्रजविकासकृते च धर्मस्थानावलीवलयिनीमवनीमशेषाम् ॥
[-વસ્તુપાલ તનરનારાયગાનન્દ્રાવ્યમ્ સર્વાં-૬-લો રૂત: રૂ/રૂ૭] તેનો (મલ્લદેવનો) નાનો ભાઈ તે (હું) વસ્તુપાલ કે જે પિતાના ચરણકમલનો સેવક, માતુશ્રીની ભક્તિરૂપી સરોવરમાં રસમય રમત રમતો હંસ, જિનેશ્વરના ધર્મરૂપી રાજાનો સાક્ષાત્ અંગરક્ષક તરીકે આનંદમાં નાચતા મનવાલો જાગે છે.
નાગેંદ્રગચ્છમાં આદર્શ એવા અમરચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમરરૂપ એવા પૂ. હરિભદ્રમુનીન્દ્રના શિષ્ય પૂ. વિજયસેનસૂરિમહારાજના અમૃત જેવાં (વ્યાખ્યાનવચનોનું આસ્વાદન કરીને ધર્મપથમાં જે સુંદર પથિક છે.
જેમણે ઘણીવાર વિમલાચલ, રૈવતકાદિ તીર્થોની યાત્રા પોતાના પિતાના પુણ્યાર્થે હર્ષથી કરી છે અને જે સંઘટ્ટનથી ઉત્પન્ન થયેલ સંઘની પદરજના સમૂહથી (કદરૂપો અને મેલો થવાને બદલે) સદર્શન-સારા દર્શનવાળો એટલે સુંદર અને જગતમાં નિર્મળ થયો એ વિચિત્ર છે.
૧. સંપાદકીય આ લખાણમાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ - નવી આવૃત્તિ તથા જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ નવી ગુજરાતી આવૃત્તિમાંથી સાભાર ઉદ્ધૃત કરીને કેટલુંક લખાણ લીધું છે.