________________
५२
તેજપાળ' એ નામનો લેખ પૃ. ૧૨૬થી ૧૪૫, મધપૂડોમાં શ્રીનરહરિ પરીખનો લેખ નામે વસ્તુપાળ તેજપાળ” નારીપ્રવારિખિ પત્રિા મા ૪-અં-૧માં પંડિત શિવરામશર્માનો લેખ નામે સોમેશ્વવ ઔર ઉત્તમુવી.
[જૈ.સા.સ.ઇ. નવી આવૃત્તિ પૃ. ૨૩૪ ટિપ્પણી ૩૭૪] પૂર્વસંસ્કરણ અંગે :
પ્રસ્તુત ધર્મકલ્પદ્રુમમહાકાવ્યની પ્રથમવૃત્તિનું સંપાદન ધર્માસ્યુદય - પ્રાસ્તાવિક લખાણમાં જિનવિજયજીએ જણાવ્યા મુજબ પરમપૂજય મુનિમતલ્લિક ચતુરવિજયજીમહારાજે તથા આગમપ્રભાકર મુનિપુંગવ શ્રીપુણ્યવિજયજી મહારાજે પ્રારંવ્યું હતું અને ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત જૈન આત્માનંદ ગ્રંથ રત્નમાલાના એક મણકારૂપે પ્રકટ કરવાની યોજના વિચારેલ હતી ત્યારપછી ‘સિંઘી જૈન ગ્રંથમાલાના ગુંફન કાર્યમાં તેમની સંપૂર્ણ સહાનુભૂતિ ભરેલી સ્મૃતિના નિદર્શક રૂપે આ ગ્રંથ ‘સિંઘી જૈન ગ્રંથમાલાને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો, પરંતુ દૈવના દુર્વિલાસથી ગ્રંથનું મુદ્રણકાર્ય સંપૂર્ણ થયા પહેલા જ પૂજ્યપાદ શ્રી ચતુરવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થયો ત્યારપછી પોતાના પરમ ગુરુના વિરહથી વ્યાકુળ થયેલા ચિત્તને કાળક્રમે પ્રાપ્ત થયેલી થોડીક સ્વસ્થતા પછી મુનિવર શ્રીપુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથનું કામ આગળ ચલાવ્યું અને યથાવકાશ પૂર્ણ કર્યું અને સિંધી જૈન ગ્રંથમાલાના ચોથા મણકારૂપે આ ગ્રંથ વિ.સં. ૨૦૦૫, ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયેલ છે. આ રીતે અહર્નિશ જ્ઞાનોપાસક એ અનન્ય ગુરુ-શિષ્યની સુપ્રસાદીરૂપે આ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. સંપાદન કાર્યમાં ઉપયોગમાં લીધેલી પ્રતિઓનો પરિચય જિનવિજયજીના પ્રાસ્તાવિક લખાણમાં આપેલ છે અને ગ્રંથપરિચય શ્રીયુત કનૈયાલાલ ભા. દવેના લેખમાં આપેલ છે તેથી તે અંગે વધુ લખવાનો પ્રયાસ કરેલ નથી. નવીનસંસ્કરણ અંગે :
પ્રસ્તુત ધર્માલ્યુદયમહાકાવ્યની પ્રથમવૃત્તિ અપ્રાપ્ય પ્રાય: હોવાથી પરમપૂજ્ય પરમોપકારી રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરી મહારાજના શિષ્યરત્ન પંન્યાસ શ્રીવજસેનવિજયમહારાજની શુભપ્રેરણાનુસાર આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદન કાર્ય કરવામાં આવેલ છે અને ભદ્રંકર પ્રકાશનથી આ ગ્રંથનું નવીનસંસ્કરણ પ્રકાશિત થયેલ છે. આ નવીન સંસ્કરણમાં પરિશિષ્ટો બધા નવા તૈયાર કરેલ છે. પ્રથમવૃત્તિમાં ત્રણ પરિશિષ્ટો આપવામાં આવેલ છે. આ નવીનસંસ્કરણમાં અમે દશ પરિશિષ્ટો તૈયાર કરેલ છે. કેટલાક તાત્ત્વિક શ્લોકો અને સુક્તિ જેવા વાક્યો બોલ્ડ કરેલ છે. જિનવિજયજીનું પ્રસ્તાવિક લખાણ અને શ્રીયુત કનૈયાલાલ ભા. દવેનો લેખ-ગ્રંથ પરિચય અંગેનો યથાવત આમાં આપેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં યથાશક્ય શુદ્ધિકરણપૂર્વક