________________
ધર્માભ્યદયમહાકાવ્યવિષયર્ણન :
ધર્માલ્યુદયમહાકાવ્યના ૧૫ સર્ગો છે. પહેલા સર્ગમાં તીર્થયાત્રાની વિધિનું વર્ણન, બીજા સર્ગમાં ઋષભસ્વામીના પૂર્વભવનું વર્ણન, ત્રીજા સર્ગમાં ઋષભસ્વામીના જન્મવ્રતાદિનું વર્ણન, ચોથા સર્ગમાં ભરત-બાહુબલિનું વર્ણન, પાંચમા સર્ગમાં શત્રુંજય તીર્થોત્પત્તિ-ઋષભસ્વામીના નિર્વાણનું વર્ણન, છઠ્ઠા સર્ગમાં ભરતનિર્વાણનું વર્ણન, સાતમા સર્ગમાં શત્રુંજયમાહાસ્યોત્કીર્તનનું વર્ણન, આઠમાં સર્ગમાં જંબૂસ્વામીચરિતવર્ણન, નવમાં સર્ગમાં તપપ્રભાવવર્ણન-યુગબાહુચરિત, દશમા સર્ગમાં નેમિનાથપરમાત્માના પૂર્વભવોનું વર્ણન, અગ્યારમા સર્ગમાં વસુદેવયાત્રાનું વર્ણન, બારમા સર્ગમાં કૃષ્ણરાજ્યનું વર્ણન, તેરમાં સર્ગમાં હરિવિજય, ચૌદમાં સર્ગમાં વસ્તુપાળની સંઘયાત્રાનું વર્ણન કરેલ છે.
૪. અન્ય સર્ગોમાં અર્થાત્ ૨થી ૧૪ સર્ગોમાં પરોપકાર, શીલવ્રત અને પ્રાણીઓ પ્રત્યે દાખવેલ
અનુકંપાથી જન્ય પુણ્યસંબંધી અનેક ધર્મકથાઓ તથા શત્રુંજય તીર્થનો ઉદ્ધાર તેમજ માહાભ્યસંબંધી અનેક કથાઓ આપવામાં આવી છે. રથી ૭ સર્ગોમાં પરોકારનું માહાભ્ય, નવમા સર્ગમાં તપનું માહાભ્ય અને ૧૦થી ૧૪ સર્ગમાં દીનાનકમ્પનનું માહાત્મ દર્શાવ્યું છે. આ સર્ગોમાં ગુરુ વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય વસ્તુપાલને ઋષભદેવ, ભરત, બાહુબલિ, જંબૂસ્વામી, યુગબાહુ અને નેમિનાથની કથાઓ સંભળાવી અને આ કથાઓની અંદર પણ વીસેક જેટલી અવાંતરકથાઓ કહી. જેમ કે, અભયંકરનૃપકથા, અંગારદૃષ્ટાંત, મધુબિંદુ આખ્યાનક, કુબેરદત્ત-કુબેરદત્તાખ્યાનક અને શંખધમિક આદિ .
આ બધી કથાઓ અનુષ્ટ્રમ્ છંદમાં જ કહેવામાં આવી છે પરંતુ આ સર્ગો રથી ૧૪માં પ્રત્યેક સર્ગના અંતે છંદપરિવર્તન સાથે કેટલાક શ્લોક જોડવામાં આવ્યા છે, આ શ્લોકોમાં વસ્તુપાલની પ્રશસ્તિ છે તથા પ્રસ્તુત રચનાને મહાકાવ્ય કહેવામાં આવેલ છે. તેમજ આ કાવ્યને ઈતર મહાકાવ્યોની પદ્ધતિ અનુસાર “લક્ષ્મી’ પદથી અંકિત કરવામાં આવેલ છે.
કથાત્મક આ સર્ગોની ભાષા પણ સહજ, સરળ અને મૃદુ છે. સાધારણ સંસ્કૃત જાણનાર પણ તેની ભાષા સરળતાથી સમજી શકે તેવી છે. કવિની શૈલી વર્ણનાત્મક છે, તેમાં કહેવતો અને લોકોક્તિઓનો પ્રયોગ બહુ અલ્પ થયો છે. આ કથાનકભાગમાં સંસ્કૃતજ્ઞોમાં પ્રચલિત બોલચાલની ભાષાનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાષાને શબ્દાલંકારોથી શણગારવાનો પ્રયાસ સફળ છે. ભાષામાં અનુપ્રાસ અને યમકાલંકારોની રણનાત્મક ઝંકૃતિ જે અહીં છે તે અન્યત્ર બહુ ઓછી મળે છે. સાદૃશ્યમૂલક અર્થાલંકારોનો પ્રયોગ સ્વાભાવિક રીતે થયો છે.
આ કાવ્યનો ઐતિહાસિક ભાગ ૧ અને ૧૫ સર્ગમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે અને ભાષા પણ ઉદાત્ત છે. [જૈ.બુ.સા.ઈ. નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૫૮/૨૫૯]