________________
१०
“देवः परं जिनवरो हरिभद्रसूरिः, सत्यं गुरुः परिवृढः खलु सिद्धराजः । धीमानेन नियतं निययमत्रयेण, कीर्ति व्यधात्त्रिपथगामिव यः पवित्रा ॥ पूस्फुर्ज गूर्जरधराधवसिद्धराजराजत्सभाजनसभाजनभाजनस्य । दुर्मन्त्रिमन्त्रितदवानलविह्वलायां श्रीखण्डमण्डननिभा भुवि यस्य कीर्त्तिः ' 11 આ ગ્રંથમાં તીર્થયાત્રાવિધિવર્ણન, ઋષભસ્વામીનું વર્ણન, ભરત-બાહુબલીનું વર્ણન, શત્રુંજયતીર્થોત્પત્તિ, શત્રુંજયમાહાત્મ્યવર્ણન, જંબૂસ્વામીચરિતવર્ણન, તપપ્રભાવનાવર્ણન ઉપર યુગબાહુનું ચરિત્ર, નેમિનાથપ્રભુના ભવોનું વર્ણન, વસુદેવયાત્રાવર્ણન, કૃષ્ણરાજ્યવર્ણન, હરિવિજય, વસ્તુપાલની સંઘયાત્રાનું વર્ણન આપવામાં આવેલ છે.
પ્રસ્તુત ધર્માભ્યુદયમહાકાવ્ય ગ્રંથના રચયિતા નાગેન્દ્રગચ્છના શ્રીમદ્ ઉદયપ્રભસૂરિમહારાજ છે. આ ગ્રંથનું તાડપત્રીય પ્રતો ઉપરથી સંશોધન-સંપાદન કાર્ય મુનિમતલ્લિક શ્રીચતુરવિજયજીમહારાજ અને જૈનાગમવાચનાવિનિશ્ચાયક મુનિપુંગવ શ્રીપુણ્યવિજયજીમહારાજે કરેલ છે અને સંઘપતિચરિત' અપરનામક ધર્માભ્યુદયમહાકાવ્ય તરીકે સિંઘી જૈનગ્રંથમાલાના ચોથા ક્રમાંક તરીકે આ ગ્રંથ સિંઘી જૈન શાસ્ત્ર શિક્ષાપીઠથી પ્રકાશિત થયેલ હતો, આ ગ્રંથની પ્રથમાવૃત્તિ અપ્રાપ્ય હોવાથી આ ગ્રંથનું પુનઃ નવીનસંસ્કરણ તૈયાર થાય તો આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રોને વાંચવાનો લાભ અનેકોને પ્રાપ્ત થાય તેથી શ્રુતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને મારી આ ભાવના જણાવી અને મારી શુભભાવનાને ઝીલીને આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદન કાર્ય સાધ્વી ચંદનબાલાશ્રીએ કરેલ છે અને આ ગ્રંથ ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થયેલ છે તે મારા માટે ખૂબ ખૂબ આનંદનો વિષય બનેલ છે.
પ્રસ્તુતગ્રંથના પ્રકાશનકાર્ય માટે મારા લઘુગુરુભ્રાતા વર્ધમાનતપોનિધિ ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજીએ શ્રી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘ અન્તર્ગત હાઈવે શ્રાવિકાસંઘની બહેનોને પ્રેરણા કરી અને તેમની પ્રેરણાને ઝીલીને નવાડીસા હાઈવે શ્રાવિકાસંઘની બહેનોએ જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ લીધેલ છે તે શ્રીસંઘની બહેનોની શ્રુત પ્રત્યેની પરમોચ્ચ ભક્તિ સૂચવે છે.
પ્રાંતે અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વના આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રો વાંચવાથી, તેમના ગુણગાન કરવાથી આપણા જીવનમાં પણ ગુણોની પ્રાપ્તિ થાય છે અને ગુણબીજાધાન દ્વારા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધી સાધી અંતરાત્માને શુભ-શુદ્ધ ભાવોથી ભાવિત કરીને રાગ-દ્વેષનો ક્ષય કરીને પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરીએ અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી જીવો શુદ્ધસ્વરૂપરૂપ સિદ્ધસસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
પંન્યાસ વજ્રસેનવિજય
...
—