________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
हस्तेक्षणे वारभचक्रलमप्रेक्षादिकं दर्शनमामनन्ति । शुभाशुभेद
मां तथा घुमानादिनिवेदनीयम् ।। १०॥ હસ્તદર્શનથી વાચક, નક્ષત્રચક્ર, લશનિર્ણય ઈત્યાદિના વિચારને દર્શન કહે છે. અને આંગળીઓના સ્પર્શથી દિનમાન ઈત્યાદિના શુભાશુભ જ્ઞાનને સ્પર્શજ્ઞાન * छ. १०
रेखाविमर्शनं साक्षादक्ष्यते प्रोक्तनोक्तिभिः। इति त्रेधा करज्ञानात्सर्वं वस्तु प्रकाश्यते ॥ ११ ॥
રેખાઓના વિમર્શરૂપી જ્ઞાનને પ્રાચીન આચર્યોની ઉક્તિમાં જ હું કહીશ. આમ દર્શન, સ્પર્શ તથા રેખાવિમર્શરૂપી ત્રણ જાતના જ્ઞાન દ્વારા સર્વ વસ્તુનું જ્ઞાન થાય છે. ૧૧
पञ्चाङ्गलीमहादेवी श्रीसीमंधरशासने । अधिष्ठात्री करस्यासौ शक्तिः श्रीत्रिदशेशितुः ॥ १२ ॥
શ્રી સીમંધર ભગવાનના શાસનમાં રહેનારી પંચાગુલીનામની મહાદેવી હાથની અધિષ્ઠાત્રી છે. અને આ દેવી ઈન્દ્રની શક્તિ છે. ૧૨
हस्तेन पाणिग्रहणं पूजाभोजन शान्तयः । साध्या विपक्षविध्वंसप्रमुखाः सकलाः क्रियाः ॥ १३ ॥
હાથથી લગ્ન થાય છે. પૂજા, ભજન શાંતિ તથા શત્રુઓ ઉપર વિજય ઈત્યાદિ સર્વ કાર્ય હાથ દ્વારા જ થાય છે. ૧૩
मन्त्राक्षराणामोङ्कारे यथा तत्वं प्रतिष्ठितम् । तथा सामुद्रिकस्यापि तत्वं हस्ते निवेशितम् ॥ १४ ॥
મંત્રાક્ષમાં જેમ કારમાં સર્વ તત્વ રહેલું છે, તેમ સામુદ્રિકશાસ્ત્રનું સેવ તત્ત્વ હાથમાં રહેલું છે. ૧૪
राज्ञामाज्ञा रहस्यस्य निश्चयो हस्तकाद्यथा । तथा निमित्तादेशानां निर्णयो हस्ततः स्मृतः ॥ १५॥
રાજાઓની આજ્ઞાના રહસ્યને નિશ્ચય જેમ હાથથી (હસ્તાક્ષર અથવા મુદ્રાથી) થાય છે, તેમ નિમિત્તાદેશને નિર્ણય હાથથી થાય છે. ૧૫