________________
નિવેદન
મારા પૂજ્ય મુરબ્બી તુલ્ય સ્વ. શ્રી નેમચંદ પોપટલાલ વેરાના નામથી અંકિત ગ્રંથમાળાના પ્રથમ પુતરીકે જુદા જુદા જૈન પૂર્વાચાર્યો તથા મહત્તમ દુર્લભરાજ પ્રણીત જેન સામુદ્રિકના (૧ હસ્તસંજીવની, ૨ સામુદ્રિકતિલક તથા ૩ સામુદ્રિકશાસ્ત્ર) ત્રણ ગ્રંથ અને ૪ હસ્તકાંડ ૫ અહેસૂડામણિસાર નામના ચૂડામણિ વિષયના બે ગ્રંથો, જેની સામુદ્રિકના પાંચ ગ્રંથાના નામથી જનતા સમક્ષ મૂકતાં મને અવર્ણનીય આનંદ થઈ રહ્યો છે.
આ ગ્રંથની સારા પ્રમાણમાં નક ખરીદવા માટે સ્વર્ગસ્થ તેમચંદ પોપટલાલ વોરાના સુપુત્ર સ્નેહી શ્રી જગતચંદ્રારા તથા મારી દરેકે દરેક સાહિત્ય પ્રવૃતિમાં મુખ્ય ઉત્તેજન આપનાર નેહીશ્રી માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને તે જેટલો આભાર માનું એટલે ઓછા છે. કારણ કે તેઓની ઉત્તેજના વિના તો હું સાહિત્ય પ્રકાશમાં આટલી બધી પ્રગતિ ન જ કરી શક હેત
આ ગ્રંથના સંપાદક શાસ્ત્રી હિમતરામ જાની સુપ્રસિદ્ધ તિષાચાર્ય છે અને જોતિષની દરેકે દરેક શાખાઓમાં તેઓશ્રી નિપુણતા ધરાવે છે. આ ગ્રંથનું શુદ્ધ અને સુંદર સંપાદન કરવામાં તેઓને જ મુખ્ય ફાળે છે. હવે પછી તેમના તરફથી તૈયાર થએલા (૧) શ્રી હરકલશ જૈન તિષ, (૨) અર્થકાંડ (ઉપલબ્ધ સઘળા અધ્યકાંડ) વિસ્તૃત સમજુતી સાથે તથા દરરાજના બજારની દરેક વસ્તુઓના ભાવ જાણવા માટે લેમીયારૂપ તથા (૩) ચદ્રાન્મિલન અને (૪) પ્રશ્નસુંદરી નામના ચૂડામણિ વિષયના શ્રેથે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તે તરફ જનતાનું ધ્યાન દેરવાની આ તક લઉં છું. અને આ સંપાદન આ રીતે કરી આપવા માટે તેમને આભાર માનું છું.
આ ગ્રંથમાં આપવામાં આવેલા ત્રિરંગી ચિત્ર તથા સામુદ્રિકના અંગે પગેના ચિત્રે સુપ્રસિદ્ધ કલાકાર શ્રીયુત્ રવિશંકર રાવળની જાની દેખરેખ નીચે શ્રી ગુજરાત કલાસંઘમાં તૈયાર કરાવવામાં આવેલા છે. તે માટે મુરબ્બી રવિશંકર ભાઈને