________________
ઉપરથી અનેક પ્રકારનાં ચક્રો બનાવવાં. અનેક પ્રક્રિયાઓ કરવી, તથા તે દ્વારા શુભાશુભની કલ્પના કરવાની છે. આ સ્વરશાસ્ત્ર મુખ્યત્વે જય પરાજયના વિષયમાં વિશેષ ઉપયોગમાં લેવાતું. નરપતિએ સ્વરજ્ઞની પ્રશંસા કરતાં કહ્યું છે કે –
पत्यश्वगजभूपालैः संपूर्णा यदि वाहिनी । तथापि भङ्गमायाति नृपो हीनस्वरोदयी ॥१॥ कथंचिद्विजयी युद्धे स्वरज्ञेन विना नृपः। घूणवर्णोपमं तत्तु यथान्धचटकग्रहः ॥ २ ॥ स्वरशास्त्रे सदाभ्यासी सत्यवादी जितेन्द्रियः ॥
तस्यादेशस्य यः कर्ता जयश्रीस्तं नृपं भजेत् ॥ ३ ॥ અર્થાત્ જ્યારે રાજાના સ્વરને અરત થાય છે, ત્યારે તેની સેના ભલે ચતુરંગિણી હોય છતાં તેને પરાજય થાય છે.
સ્વટ્ઝ વગરને રાજ કદાચિત્ વિજયી બની જાય તો તે ઘણુક્ષર ન્યાયથી થયે ગણાય. જેમ ભમરે લાકડામાં કોતરતાં કદાચિત્ કેાઈ અક્ષરની આકૃતિ કોતરી નાખે તેમ તે રાજાને વિજય પણ આકસ્મિક તરીકે સમજ. અથવા અંધારામાં જેમ ચકલું ફાંફાં મારતાં દાણાને પકડી શકે તેવી રીતને સમજ.
જે સ્વરશાસ્ત્રને સદાનો અભ્યાસી હૈય, સત્યવાદી હોય, જિતેન્દ્રિય હાય તેવા સ્વરઝના આદેશને જે અમલ કરે છે, તે રાજાને વિજયલક્ષમી મળે છે.
સ્વરશાસ્ત્રોને આધાર યામલ ઉપર છે. નરપતિ કહે છે, મેં અનેક યામલે જોયા બાદ આ ગ્રંથની રચના કરી છે. તે કહે છે કે
ब्रलयामलमादौ स्याद् द्वितीय विष्णुयामलम् । रुद्रयामलमाख्यातं चतुर्थे चादियामलम् ॥ स्कंदं च यामलं चैव षष्ठं कूर्मस्य यामलम् । सप्तमं यामलं देव्या इति यामलसप्तकम् ॥ श्रुत्वादौ यामलान्सप्त तथा युद्धजयार्णवम् । कौमारी कोशलं चेव योगिनीजालसञ्चरम् ॥ रक्षोध्नं च त्रिमुण्डं च स्वरसिंहं स्वरार्णवम् ।