________________
પરિચય આપતા ગયા છે. વર્ષ મધમાં ઠેરઠેર અનેક પ્રકારના મતન્મતાંતરો એકઠા કરી ત્યાં પોતાનો મત દર્શાવી ગયા છે. હસ્તસંજીવનમાં પણ લગભગ તેવું જ છે. પરંતુ હસ્તસંજીવનની કલ્પના જ ભવ્ય છે. અને લગભગ નવીન જેવી છે. એટલે પ્રાચીન મતની આલોચના તે તેમાં નહિ જેવી મલે છે. પરંતુ ભાગમાં ઠેરઠેર માલુમ પડી આવે છે. ત્રીજા વિમર્શમાં પણ શોધનારને જડી આવે તેમ છે.
તે કાળના બીજા ગ્રંથકાર કરતાં આ ગ્રંથકારની એક બીજી વિશેષતા એ છે કે તેઓ પિતાના ભાગમાં કેટલાક ગ્રંથને સારો પરિચય આપે છે. દાખલા તરીકે સામુદ્રિક ભૂષણ તથા શૈવસામુદ્રિક ગ્રંથકારે પરિચય આપ્યો છે. આજે જેમ ગ્રંથને આકાર, લેકસંખ્યા, આદિ–અંત વગેરે ભાગ દર્શાવી પરિચય આપવામાં આવે છે, તેવી જ રીતે ઉપાધ્યાયજીએ. તે ગ્રંથને પરિચય આપેલ છે.
ગ્રંથ પરિચય હસ્તસંજીવન સવાપાંચ અનુષ્કપ લોકોમાં રચાએલો ગ્રંથ છે. આ ગ્રંથને હસ્તસંજીવન સિદ્ધજ્ઞાન એમ પણ કહેવામાં આવે છે. અને કેટલીક વખત હસ્તસંજીવની એમ પણ કહેવામાં આવે છે. ગ્રંથના પ્રમાણુની સંખ્યા ગ્રંથકારે પિતે જ આપી છે. પ્રશસ્તિના અંતમાં પોતે કહે છે કે –
अनुष्टुभां सपादात्र ज्ञेया पञ्चशती ध्रुवम् ।
ग्रन्थे सतां प्रसादाच श्रेयः श्रीरस्तु शाश्वती ॥ લગભગ બધે જ ગ્રંથ અનુષ્ય છંદમાં રચાએલો છે. ફક્ત અધ્યાયના અંતમાં જેમ કાવ્યમાં સર્ગના અંતે બીજે બૃહદ છંદ જવામાં આવે છે, તેમ બીજા બહદવૃત્તમાં ઉપસંહાર કરેલો છે. જ્યોતિષના ગ્રંથોમાં બહુધા આવી પદ્ધતિ માલુમ નથી પડી આવતી પણું ગ્રંથકાર એક મહાકવિ હેઈ અને ત્રણ ત્રણ મહાકાવ્યના કર્તા હાઈ તેમની એ પદ્ધતિ જ પડી ગઈ હશે. જે વિશેષ શોભા રૂપ બની ગઈ છે.
સમગ્ર ગ્રંથ ચાર અધિકારમાં વહેંચાઈ ગયેલ છે. જ્યોતિષકરણ ગ્રંથમાં અધ્યાયે ને અધિકાર સંજ્ઞાથી ઓળખાવવાની પરિપાટી છે. જો કે હસ્તસંજીવન કરણગ્રંથ નથી છતાં તેવી પરિપાટીને સ્વીકાર કરવામાં આવ્યું છે. પહેલા અધિકારને દશનાધિકાર, બીજાને સ્પર્શનાધિકર, ત્રીજને રેખાવિમર્શનાધિકાર તથા ચોથાને