________________
તેમ માલુમ પડી આવે છે. તેમણે હસ્તસંજીવન, પ્રશ્નસુંદરી તથા પ્રબોધની રચના તેમજ અર્જુન પતાકાની રચના કરી પિતાના તિષિક જ્ઞાનને પરિચય આવે છે. જ્યોતિષનાં ગૂઢ રહસ્યો તરફ જ તેમને ઢોળાવ વધારે પડતો છે. અને તેથી જ નષ્ટ જાતક વિષયમાં તેઓ ઉંડા ઉતરી પ્રશ્નસુંદરીની રચના તથા ગ્રહચાર અને સમર્થ–મહર્ધ (તેજીમંદી) ઉપર ખુબ ઉહાપોહ કરી વર્ષપ્રબોધની રચના કરી છે. આથી સોફલ દાતા ચમત્કૃતિ ભર્યા વિષય ઉપર જ તેમનું લક્ષ્ય હશે એમ અનુમાન થાય છે.
ગ્રંથકારની પ્રતિભા વિલક્ષણ છે. કાવ્ય સાહિત્યમાં સમસ્યાપૂર્તિ દ્વારા મેઘદૂત, નૈષધ અને માઘને તેમણે પિતાના કાવ્યોમાં અંતર્ભાવ કર્યો છે. તેમજ તિષના ગૂઢ વિષયને પિતાની પ્રતિભા નિકર્ષ ઉપર કસી ગ્રંથ રચના કરી છે. તેમાં વળી હસ્તસંજીવનમાં અષ્ટાંગ નિમિત્તને એક હાથમાં જ ઘટાવી દીધું છે. અષ્ટાંગ નિમિત્તની આઠે આઠ શાખાઓના ગમક તરીકે એક હાથને જ કલ્પી તેમાં સર્વને અંતર્ભાવ કર્યો છે. તે તેમની માઘ અને નિષધ જેવાં કાવ્યના અંતર્ભાવ કરવાની પ્રતિભાનું પરિણામ છે.
ગ્રંથકારની આ સૂઝ નવીન છે? કે કોઈ વસ્તુ ઉપરથી પ્રેરણું મળી છે? તે વિચારતાં બીજી હકીકતને માનવાને કારણે મળે છે. • •
ગ્રંથકારે દર્શનાધિકારના અંતમાં સામુદ્રિકભૂષણના કેટલાક કે આપ્યા છે. તે વિચારતાં હાથમાં જ દરેક વસ્તુની કલ્પના તેમણે તે લોકો દ્વારા મેળવી હોવી જોઈએ; એમ અનુમાન થાય છે. ગ્રંથકારનું એક જ ધ્યેય વિચાર૫થમાં વારંવાર આવે છે કે અષ્ટાંગ નિમિત્તને કેવી હાથમાં જ સમાવેશ કરે. અષ્ટાંગ નિમિત્તનાં વિવિધ સાધનોની જગ્યાએ કેવળ હાથ એ એક જ સાધન લઈ દરેક રીતે ફલ ન કરાય, એ એક જ વસ્તુને તેમણે સાબીત કરવા ગ્રંથલેખન રૂપ શ્રમ ઉઠાવ્યો છે. અને તેથી જ તેમણે હસ્ત દ્વારા અષ્ટાંગ નિમિત્તને સંજીવન આપી ગ્રંથનું નામ હસ્તસંજીવન રાખ્યું છે. આ બધું કવિચાતુર્ય તથા વિદ્વન્મનોરંજન એક જ્ઞાન–મસ્ત પુરુષ સિવાય બીજામાં સંભવવું અશક્ય છે. ગ્રંથકારે તે અનેક થાય છે. પરંતુ જેમનામાં નવીન કરવાની હોંસ હોય છે, શક્તિ હોય છે, તે પૈકીના એક તરીકે શ્રી મેઘવિજયગણિ માલુમ પડી આવે છે.
આટલું બધું હોવા છતાં એક બીજી ખૂબી એ છે કે ગ્રંથકાર ક્યાંય “અહું ‘તત્વના ભેગા થઈ પડ્યા નથી. અને એક સમાલોચકની માફક જ જ્યાં ત્યાં પોતાને