________________
૪. સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય કોણ?
લગભગ મોટા ભાગના સંદર્ભો અને કથાઓમાં બલમિત્ર ભાનુમિત્રને લાટ દેશના રાજા કહ્યા છે અને કોઈ કથામાં ઉજનીના કહ્યાા છે. વળી ગઈ અને પદભ્રષ્ટ કરી તેની ગાદીએ કેને બેસાડ્યા એવી નોંધ કોઈક આપે છે, જયારે કે કથા એલમિત્ર ભાનુમિત્રને એ સ્થાને બેસાડવા એમ જણાવે છે. આ પ્રશ્ન સાથે સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્ય કે એને ખુલાસે પણ જાણવો જરૂરી છે, જે લાંબી ચર્ચાનો વિષય છે. પણ આપણે તેને ટૂંકમાં જોઈ લઈએ.
ઉત્તર ભારતમાં આજે જેના નામને રાષ્ટ્રીયસંવત પ્રવર્તે છે તે વિક્રમાદિત્યને નિર્ણય તો શું પણ અસ્તિત્વ માટે પણ પુરાતત્ત્વોમાં અનેક મતભેદે પ્રવર્તે છે.
ડો. કલહાન જેવા વિદ્વાને જણાવે છે કે, વિક્રમાદિત્ય નામને કેઈ રાજા થયેલ નથી અને તેને ચલાવેલો કોઈ સંવત્સર પણ નથી. પરંતુ ઈ. સ. ૫૪ માં માલવાના પ્રતાપી રાજા યશેાધમોએ મુલતાનની પાસે કરૂરમાં હૂણ રાજા મિહિરપુલને હરાવીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી અને પ્રચલિત માલ-સંવતને તે સમયથી વિક્રમ સંવતમાં બદલી દઈ તેમાં ૫ વર્ષનો ઉમેરો કરીને ૬૦૦ વર્ષના પુરાણે એ સંવત્ જાહેર કરવામાં આવ્યે.
ડે. ફલીટ રાજા કનિષ્કને વિક્રમ સંવત્સરના પ્રવર્તક માને છે.
કેટલાક વિદ્વાને, સમુદ્રગુપ્તના અલહાબાદવાળા લેખમાં બીજી જાતિઓ સાથે માલને જીતવાને ઉલેખ છે તેથી, કર્કોટક (જયપુર) થી મળેલા સિક્કાઓમાં માથામાં અપને સંબંધ આ સમુદ્રગુપ્ત સાથે જોઈને તે જ વિક્રમસંવના પ્રવર્તક હોવાનો પુરાવો આપે છે.
છે. ભાંડારકરનું અનુમાન છે કે, માલવસંવતને વિક્રમ સંવત્સરમાં બદલી નાખનાર ચંદ્રગુપ્ત દ્વિતીય છે, કેમકે ચંદ્રગુપ્ત બીજાના મળી આવતા સિક્કાઓમાં વિક્રમાદિત્ય નામનો ઉલલેખ પહેલવહેલો મળે છે. તે પશ્ચિમી શકૈને પરાસ્ત કર્યા હોવાથી “શકારિ” તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય પણ આ જ હવે સંભવે છે. - સર જોન માર્શલે “અઝીઝ પહેલાથી વિક્રમ સંવત્ શરૂ થયો’ એ મત પ્રમટ કર્યો છે.
પં. વેણુપ્રસાર શુક “વિક્રમ સંવત’ નામના લેખમાં પુષ્યમિત્ર વિક્રમાદિત્ય હતે એવા પુરાવાઓ રજુ કર્યો છે.
શ્રીયુત જાયસવાલે સિદ્ધ કર્યું છે કે અધવંશીય ગૌતમીપુત્ર સાતકણિ જ પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હતે અને સાતવાહન, શાલિવાહન, સાતકણિ એ આ વંશની ઉપાધિઓ હતી.
છે. રેસને ઝષભદત્ત અને ગૌતમીપુત્રના શિલાલેખો અને નહપાનના સિક્કાઓથી નિર્ણન કર્યું છે કે, નહપાન ચકને ગૌતમીપુત્રે જીતીને માલવા--પ્રજાને તેના અધિકારમાંથી છોડાવી હતી, આથી “શકારિ તરીકે પ્રસિદ્ધિ પામેલે વિક્રમાદિત્ય તે જ છે.
પરંતુ આ બધાં કેવળ અનુમાન જ છે.
વસ્તુતઃ શરૂઆતમાં આ સંવત્સર સાથે વિક્રમને સંબંધ સંભવત: ન હોય પણ એ નામને કે એ ઉપાધિકારક રાજા થયે જ નથી એમ માનવું અયુક્ત છે, કેમકે તેના અસ્તિત્વના કેટલાક ઉમે પણ પ્રાચીન ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
દંતકથાનુસાર આંદ્રવંશના ૧૭ માં રાજા હાલે પ્રાચીન મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં “ગાથાસપ્તશતી, નામનો ગ્રંથ રચે છે. તેના ૬૫માં ગ્લૅકમાં વિક્રમાદિત્યની દાનશીલતાને ઉલેખ આ પ્રકારે છે–
સંયનgramરિપળ જેનીઝ તુ જે રાસ
"Aho Shrutgyanam