________________
પ્રથમ મિત્રા દૃષ્ટિની સજ્ઝાય
(ચતુર સનેહી મોહના-એ દેશી) શિવસુખ કારણ ઉપદિશી, યોગતણી અડ દિષ્ટિ રે, તે ગુણ થુણી જિન વીરનો, કરશું ધર્મની પુદ્ધિ રે, વીર જિનેસર દેશના ||૧||
અર્થ :- શિવ એટલે નિરુપદ્રવ, અવ્યાબાધ સુખ તેના કારણ-હેતુભૂત શ્રી વીરપરમાત્માએ યોગની આઠ દિષ્ટ ઉપદેશી છે. તે શ્રી વીરપરમાત્માના ગુણ સ્તવીને અમે ધર્મની પુષ્ટિ કરશું.
શ્રીવીર પરમાત્મા કેવા છે ?
યતઃ- विदारयति यत्कर्म, तपसा च विराजते ।
तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ॥ १ ॥
જે કર્મને વિદારે છે અને તપ વડે જે વિરાજિત છે તેમજ તપ સંબંધી વીર્ય વડે યુક્ત છે તેથી તે વીર કહેવાય છે.”
વળી ધર્મ કેવો છે ?
યથા - दुर्गतिप्रपत्प्राणिधारणाद्धर्म उच्यते ।
संयमादिर्दशविधः, सर्वज्ञोक्तो विमुक्तये ॥१॥
અર્થ :-‘દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખવાથી પડવા ન દેવાથી ધર્મ કહેવાય છે. તે ક્ષાંત્યાદિ દશ પ્રકારનો, સર્વજ્ઞનો કહેલો અને મુક્તિને પ્રાપ્ત કરાવે તેવો છે.’ અથવા અપરભાવવ્યતિરિક્ત, કેવળ વસ્તુ-સ્વભાવપણું, તે પણ નિરાવરણપણે તથા સાદિ અપર્યવસાનપણે ધર્મ કહેવાય છે. એવી
૧૮૦
સામાન્યપણે શ્રીવીરની દેશના વાણી છે. (૧)
યોગદૃષ્ટિસંગ્રહ
સઘન અઘન દિન રયણીમાં, બાળ વિકળ ને અનેરા રે,
અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓઘ નજરના ફેરા રે. વીર. ૨
અર્થ :-જેમ સઘન એટલે મેઘ સહિત દિવસ અને અઘન મેઘ રહિત
દિવસ, જેમ દિવસ તેમ રાત્રિ, અર્થાત્ મેઘયુક્ત દિવસ રાત્રિ અને મેઘ રહિત દિવસ રાત્રિ, તે તે દિવસો અને રાત્રિઓમાં પણ ભેદ છે અને તે ભેદને દેખનારાઓમાં પણ કોઈ બાળદષ્ટિ, કોઈ વિકળદિષ્ટ અને બીજા કોઈ તરુણ, વૃદ્ધ, રોગી ઇત્યાદિ અનેક પ્રકારના હોય છે. તેઓ જે જે પદાર્થને જુએ તેમાં જ્ઞાનાવરણાદિ કર્મની વિચિત્રતાએ સામાન્ય વિશેષાદિમાં અનેક રીતે ફેર પડે, જુદા જુદા ભાવ દેખે. તે સર્વ ઓષ્ટિ છે. ઓષ્ટિ બહુ જાતની હોય છે. (૨)
દર્શન જે થયાં જુજુઆ, તે ઓઘ નજરને ફેરે રે,
ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમકિતર્દષ્ટિને હેરે રે. વીર. ૩
અર્થ :-ઓધ નજરના ફેરને અનુસારે ષગ્દર્શનના ભેદ જુદા જુદા થયા, તે ઓઘદૃષ્ટિનો અહીં અધિકાર નથી. અહીંયા તો યોગની આઠ દૃષ્ટિનો અધિકાર છે, કે જેમાંથી થિરાદિક ચાર દૃષ્ટિમાં સમકિતદષ્ટિપણું જોવાય છે. તે આઠ દૃષ્ટિ-મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા ને પરા. તે આઠ ષ્ટિમાં બોધ-જ્ઞાનપ્રકાશ કેવો હોય ? તે કહે છે.
यथा
तृणगोमयकाष्ठाग्निकणदीपोपमप्रभा । तारार्कचन्द्रमारत्नसदृशी दृष्टिरष्टधा ॥२॥ योगदृष्टिसमुच्चये
અર્થ :-‘ઘાસના, છાણાના, કાષ્ઠના અગ્નિકણ સમાન અને દીપક સમાન પ્રભા પ્રથમની ચાર દૃષ્ટિ હોય અને પાછલી ચાર દષ્ટિ ગ્રંથીભેદથી હોય, અર્થાત્ સ્થિરાદષ્ટિથી સમ્યક્ત્વ હોય. કોઈ પ્રશ્ન કરે કે-પાછલી ચાર દૃષ્ટિઓને તો યોગદિષ્ટ એવું બિરુદ ઘટે છે, પરંતુ આઠેને યોગદિષ્ટ કેમ કહી ?’ તેનો ઉત્તર એ છે કે પહેલી ચાર દૃષ્ટિમાં સત્સંગનો યોગ છે, તેમાં પણ બીજા શુભ ધ્યાન કરે છે, તેથી તેઓને પણ દિષ્ટ કહીએ. (૩)