________________
૧૭૬
યોગદૃષ્ટિસંગ્રહ
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયવિરચિત
આઠ દૃષ્ટિની સઝાય
જિનર્ત પર્વ (નર્દી), શ્રીગણેશ્વરનામk. लिखामि योगदृष्टिस्वाध्यायार्थ लोकभाषया ॥१॥
અર્થ :- ઇંદ્રના સમુદાયની શ્રેણી એટલે કે પરંપરા જેને નમેલી છે એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને યમ, નિયમ, પ્રાણાયામાદિ અષ્ટાંગ યોગ જેમાં છે એવા પતંજલિ આદિ કૃત યોગશાસ્ત્રમાં પ્રવેશ કરી શકાય તેવો શ્રીહરિભદ્રસૂરિવિરચિત શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ છે. તેનો ભાવ ગ્રહણ કરી, સકલાતાર્કિકશિરોમણિ વાચકશેખર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે યોગદૃષ્ટિની આઠ સજઝાય રચેલી છે, તેનો ભાવાર્થસૂચક બાલાવબોધ ગુર્જરી ભાષામાં હું લખું છું.
પ્રથમ, યોગ શબ્દ એટલે શું ?
યોગ એટલે ચંચલતા યોગવ્યાપારરૂપ), ત્રણ પ્રકારના યોગ : તે મન, વચન, કાયાના યોગ તથા અષ્ટાંગ યોગ અને જ્ઞાનદર્શનાદિ યોગ, અથવા જે જે વસ્તુઓનું આત્મા સાથે યુજન કરીએ (જોડીએ) તે પણ યોગ કહેવાય. એમ યોગના બહુ પ્રકાર છે.
અહીંયા તો પાતંજલાદિ ગ્રંથાનુયાયી ત્રણ યોગ વર્ણવેલા છે. તેના નામ : ૧. ઇચ્છાયોગ, ૨. શાસયોગ, ૩. સામર્થ્યપ્રતિજ્ઞાયોગ.
૧. તથાવિધ જ્ઞાનાવરણાદિ કર્મના ક્ષયોપશમ વિશેષથી શ્રુતજ્ઞાનનો અર્થ લઈ, તે પ્રમાણે કરવાની ઇચ્છાવાળો છતાં પ્રમાદથી ધર્મવ્યાપારમાં વિકલ અને અંતઃકરણમાં સૂત્રાર્થનું ઇચ્છકપણું હોય, તો યથાર્થ બોધ ન હોય તેને ઇચ્છાયોગ કહીએ.
૨. યથાર્થ સ્વરૂપે વિકથાદિનો ત્યાગ કરનાર તથા અપ્રમાદી ધર્મવ્યાપારેવંત, શ્રદ્ધાવંત, તીવ્ર બોધથી અવિતથ વચનનું કથન કરનાર, તથાવિધ મોહના અપગમથી સત્યપ્રતીતિવંત છતાં, કાળાદિ વિકળપણાની બાધાએ અતિચારાદિ દોષને જાણતાં છતાં તથા પ્રકારે ટાળી ન શકાય તેને શાસ્રયોગ કહીએ.
૩. શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોને અતિક્રમીને અધિક શક્તિથી ધર્મવ્યાપારરૂપ યોગ આદરવો તેને સામર્થ્યપ્રતિજ્ઞાયોગ કહીએ. સિદ્ધિપદપ્રાપ્તિનાં કારણો આ યોગમાં બહુ છે, તેનું અતિક્રમણ કરે નહિ, શાસ્ત્રથકી જ સર્વ અર્થ જાણે. સામર્થ્ય પ્રતિજ્ઞાયોગથી સર્વજ્ઞપદપ્રાપ્તિ, સિદ્ધિપદસૌપ્રાપ્તિ, સકલ પ્રવચનપરિન્નાપ્રાપ્તિ ઇત્યાદિ સર્વનો સાક્ષાત્ લાભ થાય છે.
સામર્મયોગના પણ બે ભેદ છે : ૧. ધર્મસંન્યાસ અને ૨. યોગસંન્યાસ.
ધર્મસંન્યાસ તે મોહાદિયોપશમરૂપ છે અને યોગસંન્યાસ તે કાયાદિ વ્યાપારના ત્યાગ-કાયોત્સર્ગકરણાદિરૂપ છે. આ બે પ્રકારના સામર્થ્યયોગ સમસ્ત લાભપ્રાપ્તિનો હેતુ છે. ધર્મસંન્યાસ સામર્થ્યયોગ પ્રથમથી બીજે અપૂર્વકરણે હોય એટલે કે પ્રથમકરણને યથાવૃત્તિકરણની સંજ્ઞા છે, ત્યાં અધિકૃત ધર્મસામર્થ્યયોગ ન હોય અને બીજું અપૂર્વકરણ તે ગ્રંથિભેદનું નિબંધન છે, તેથી પ્રથમનો ત્યાગ કરી બીજું કારણ કહ્યું, કહ્યું છે કે :
जा गंठी ता पढमं, गंठीसमइक्कमओ भवे बीअं ।
अनिअट्टिकरणं पुण, संमत्तपुरखखडे जीवे ॥१॥ ‘ગ્રંથી સુધી આવે તે પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથોનો સમતિક્રમ કરે એટલે ભેદ કરે તે બીજું અપૂર્વકરણ, અને ત્રીજું અનિવૃત્તિકરણ તે સમ્યત્વપુરસ્કૃતસમકિત પામેલા જીવને હોય.’