________________
પાંચમી થિરા દૃષ્ટિની સઝાય
ચોથી દીપ્રા દૃષ્ટિની સજઝાય
૧૯૭ અર્થ :- આ દૃષ્ટિમાં ક્ષમાદિ ધર્મ મટે એટલે ક્ષયોપશમ ભાવના ન રહે અને ધર્મસંન્યાસ પ્રગટે. ધર્મસંન્યાસ-સામગ્રી દ્રવ્યયોગનું જ ઘર છે. એ અશઠપંડિત (સદસદ્ વિષે બુદ્ધિમાન) તથા અમારીને જ હોય. અને એવા મુનિને ઝઘડા પ્રમુખનો અભ્યાસ ન જ હોય. તે ઝઘડા કરે જ નહીં (૨૨)
અભિનિવેશ સઘળો ત્યજી જી, ચાર લહી જેણે દૃષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃતઘનવૃષ્ટિ. મન. /૨all
અર્થ :- અભિનિવેશ-કદાગ્રહ, માત્સર્ય ઇત્યાદિ સર્વ દોષ તજીને જેણે પૂર્વોક્ત ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત કરી હોય તે પ્રાણી પાંચમી થિરાદેષ્ટિ પામે. તે દૃષ્ટિ કેવી છે ? સર્વ દિશાએ પ્રવર્તનારા ઉત્તમ યશરૂપ અમૃતને વરસાવવાને ઘનમેઘની વૃષ્ટિ સમાન છે. ગૌતમસ્વામીએ કરાવેલા પન્નરસો તાપસનાં પારણાની પેઠે વૃદ્ધિ કરનારી છે. આ ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ ન હોય, પરંતુ સત્સંગતિ અને સદાચારપ્રવૃત્તિ હોય. (૨૩)
ઇતિ દીપ્રા દૃષ્ટિની સજઝાય
(ધન ધન સંપતિ સાચો રાજા-એ દેશી) દેષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રતનપ્રભાસમ જાણો રે, ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણો રે /૧/l. એ ગુણ વીરતણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ ગુણ. //રા અર્થ :- હવે પાંચમી થિરાદેષ્ટિ કહે છે. થિરાદેષ્ટિમાં ગ્રંથિ ભેદ થવાથી સમ્યગ્દર્શન નિત્ય હોય. બોધ તે રત્નની કાન્તિ સમાન હોય. બ્રાન્તિ લેશમાત્ર ન હોય.
તત્ત્વાર્થરૂપ સૂક્ષ્મબોધનું યથાર્થ જ્ઞાન હોય, અજ્ઞાન અને મિથ્યાત્વના પુદ્ગલો ન છેદાતા હોય તે છેદાય.
સરળ બુદ્ધિ હોય. સર્વ ઇંદ્રિયાર્થ વિષયોના ધનરૂપ પ્રત્યાહાર પ્રગટ થાય.
આવો મોટો શ્રી મહાવીર સ્વામીનો ગુણ હું ચિત્તથી વિસારું નહીં, દિનરાત નિરંતર સંભારું, કારણ કે તેમણે મારા ઇંદ્રિયર્થ ગુણો વિષયાર્થે હતા, હું પશુપ્રાય હતો, તેને ટાળીને સુરરૂપ-તત્ત્વબોધકવંત કર્યો અને દર્શન મોહના વિનાશથી મારામાં સમ્યક્ત ગુણ પ્રગટ થયો. (૧-૨)