________________
ચોથી દીપ્રા દૃષ્ટિની સજઝાય
૧૯૩
મોહનીયના ક્ષયોપશમથી થનારો ગ્રંથિભેદ ન હોય. તેથી ભવાભિનંદી-સંસારનાં સુખમાં અતિશય રાચનારા પ્રાણીને અવેદ્યસંવેદ્ય પદ હોય. વજના જેવું એ પદ અભેદ્ય છે અને અનાદિ કાળથી છે. (૮)
લોભી કપણ દયામણો જી, માયી મચ્છર ઠાણ,
ભવાભિનંદી ભયભર્યો જી, અફલ આરંભ અયાણ. મન. lલા
અર્થ :- ૧. લોભી=સર્વત્ર યાચક-ધન છતાં અભોગી, ૨. કૃપણ= દ્રવ્યાદિક કોઈને ન આપનાર, તુચ્છ પ્રકૃતિવાળો, ૩. દયામણો–સર્વનું અહિત ઇચ્છનાર, ૪. માયી-કપટી, ગુપ્ત સ્વાર્થસાધક, ૫. મચ્છરી પરસુખે દુઃખી, ૬. ભવાભિનંદી સંસારમાં આનંદ માનનાર, ૭. ભયભર્યો=સહુથી ભય પામતો અને ૮. અયાણ અજ્ઞાન : આ આઠ દોષવાળા અર્થાત્ આ આઠ દોષ જેનામાં વિદ્યમાન છે તે પ્રાણી ધર્મનો આરંભ કરે, તે જો કે સત્ય હોય તો પણ કુશલાદેવીની પેઠે તેનો પ્રયાસ નિષ્ફળ જાય. (૯)
એવા અવગુણવંતનું જી, પદ છે અવેદ્ય કઠોર, સાધુસંગ આગમતણો જી, તે જીતે ધરી જોર. મન. /૧ના
અર્થ :- પૂર્વોક્ત દોષવાળાનું અવદ્યપદ કઠોર બહુ જ આકરું હોય છે, તેથી તે પ્રાણીને ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી તેનો સૂક્ષ્મબોધ પણ ન થાય, પરંતુ સાધુનો સંગ અને સિદ્ધાંતનું શ્રવણ આ બે હેતુ મળવાથી તે અવેદ્યપદ જીતેતેની ઉપર જય મેળવે. (૧૦)
તે જીત્યે સહજે ટળે જી, વિષમ કુતર્ક પ્રકાર, દૂર નિકટ હાથી હણે જી, જેમ બે બઠર વિચાર. મન. //૧૧//
અર્થ :- મોહનીયને જીતવાથી વિષમ આકરા માઠાતત્ત્વના વિચારરૂપ કુતર્ક સહેજે ટળી જાય.
જેમ બે બઠરઅજ્ઞાની મૂર્ખ હતા. તેઓને હાથી ઉપર બેઠેલા માવતે કહ્યું કે ‘તમે દૂર રહો, નહીં તો હાથી તમને મારી નાંખશે.’ તે સાંભળી તે બંને બઠરે વિચાર કર્યો કે “હાથી પ્રાપ્ત થયેલાને હણે છે કે અપ્રાપ્તને હણે છે ? જો પ્રાપ્તને હણે છે તો માવતને હણે. અપ્રાપ્તને હણે તો સામા આવનારને હણે.’
૧૯૪
યોગદૃષ્ટિસંગ્રહ એવો વિચાર કરે છે તેટલામાં હાથી આવ્યો અને તે બંનેને હણી નાંખ્યા. આવા કુતર્કવાળા વિચાર સહેજે ટળી જાય. (૧૧)
હું પામ્યો સંશય નહીં જી, મૂરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુ શિષ્યનો જી, તે તો વચન પ્રકાર. મન. ll૧૨|
અર્થ :- ‘હું તત્ત્વજ્ઞાન પામ્યો છું તેમાં કાંઈ સંશય નથી,' એવા વિચાર મૂર્ખ હોય તે કરે. જેમ આળસુ ગુરુ અને આળસુ શિષ્ય બંનેને પરસ્પર અનેક વચનનાં વાદ થતાં ઊઠીને સ્વાધ્યાય કરી શક્યા નહીં, તેની પેઠે તે બાબત સમજવી. (૧૨)
ધી જે તે પતિઆવવું જી, આપમતે અનુમાન, આગમ ને અનુમાનથી જી, સાચું લહે સુજ્ઞાન. મન. /૧૭ll.
અર્થ :- તેથી જે પ્રાણી ધી-પોતાની બુદ્ધિએ પતિઆવવું એટલે પ્રત્યય ઉપજાવે, અર્થાતુ પોતાના અનુમાન પ્રમાણે પોતાની મતિપૂર્વક નિશ્ચય કરે તે કાંઈ પણ તત્ત્વ ન પામે, અને જે આગમ પ્રમાણથી પ્રવીણ ગુરુના અભિપ્રાય પ્રમાણે પ્રત્યય ઉપજાવે નિશ્ચય કરે, તે જ સાચું સુજ્ઞાન કે ઉત્તમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરે. (૧૩)
નહીં સર્વજ્ઞ જૂજૂઆ જી, તેહના જે વળી દાસ,
ભગતિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મન. //૧૪
અર્થ :- વળી તે વિચાર કરે કે ‘સર્વજ્ઞ વીતરાગદેવ જુદા જુદા હોતા નથી, એક જ હોય છે. તેઓ વિતકવાદી છે.' તેમના જેઓ દાસ-સર્વજ્ઞશાસનના આરાધનારા છે તેઓને તે દેવની ભક્તિ પણ કરવાની કહી છે. તેમાં એક ચિત્રભક્તિ, બીજી અચિત્રભક્તિ. એમ એ બંનેના પણ અનેક પ્રકાર છે. (૧૪)
દેવ સંસારી અનેક છે જ, તેહની ભક્તિ વિચિત્ર,
એક રાગ પર દ્વેષથી જી, એક મુગતિની અચિત્ર. મન. /૧પી.
અર્થ :- જે વીતરાગભાવ પામ્યા નથી અને સંસારના દેવનામ ધરાવે છે એવા અનેક દેવો છે, અને તેમની ભક્તિ પણ વિચિત્ર અનેક પ્રકારની છે.