________________
ત્રીજી બલા દૃષ્ટિની સજ્ઝાય
૧૮૯
ચાહના કરે તેવી રીતે આ દૃષ્ટિવંત પ્રાણી તત્ત્વજ્ઞાન શ્રવણ કરવાની ચાહના કરે. વળી આ ષ્ટિવાળા વિનયવંત પણ હોય. (૨)
સરી એ બોધપ્રવાહની જી, એ વિણ શ્રુત થલકૂપ, શ્રવણસમીહા તે કિસી જી, શાયિત સુણે જેમ ભૂપ રે. જિનજી ! ધન. ૩
અર્થ :- આ ષ્ટિ બોધ એટલે જ્ઞાનપ્રવાહની સરી=સર સરખી છે. જેમ કૂવા અને વાવમાં પાણીની સર જમીન ખોદવાથી નીકળી આવે, અને તે સરથી પાણી તરત પ્રાપ્ત થાય તેમ આ દૃષ્ટિથી જ્ઞાનપ્રવાહની સર પ્રાપ્ત થાય છે. વળી જેમ રાજા શય્યામાં સૂતા થકા યાચકોના ગીત શ્રવણ કરે, પણ વિષયકષાયમાં ગ્રસ્ત હોવાથી તે ગીતમાં ધ્યાન ન રહે, તેવી રીતે આદિષ્ટ વિના શ્રુતશ્રવણમાત્ર બોધકારક ન થાય. સર્વ થલકૂપ સમાન થાય, એટલે થળના કૂવામાં પાણી ન હોય તેવું થાય. (૩)
મન રીઝે તન ઉલ્લસે જી, રીઝે બૂઝે એકતાન,
તે ઇચ્છા વિણ ગુણકથા જી, બહેરા આગળ ગાન રે. જિનજી ! ધન. ૪
અર્થ :- જે શ્રવણથી મન હર્ષ પામે, શરીર રોમાંચિત થાય, અને રીઝ તથા બૂઝ એટલે બોધની એકતાનતા-આનંદ અને એકતા થાય, તે શ્રવણ જ સાર્થક છે. તેવી પ્રબળ ઇચ્છા વિના તત્ત્વકથા શ્રવણ કરવી તે જેમ બહેરા આગળ ગીત નિષ્ફળ છે તેમ નિષ્ફળ જાણવી. (૪)
વિઘન ઇહાં પ્રાયે નહીં જી, ધર્મહેતુમાં કોય,
અનાચાર પરિહારથી જી, સુયશ મહોદય હોય રે. જિનજી ! ધન. ૫ અર્થ :- આ દૃષ્ટિમાં વર્તતાં ધર્મના કાર્ય કરતાં પ્રાયઃ કાંઈ વિધન= અંતરાય થાય નહીં, કેમકે અનાચારનો આ દૃષ્ટિમાં પરિહાર-ત્યાગ છે અને તેમ હોવાથી ઉત્તમ યશ અને મહાન્ ઉદયનો લાભ પણ થાય છે. આ દૃષ્ટિમાં શુભ યોગનો આરંભ, સુકથાશ્રવણ ઇત્યાદિ મહાલાભો રહેલા છે. (૫)
ઇતિ બલા દૃષ્ટિ સજ્ઝાય
ચોથી દીપ્રા દૃષ્ટિની સજ્ઝાય
(ઝાંઝરીઆ મુનિવર ! ધનધન તુમ અવતાર-એ દેશી) યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથી જી, દીપપ્રભાસમ જ્ઞાન.
મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ |૧||
અર્થ :- હવે દીપ્રા નામે ચોથી દૃષ્ટિનું સ્વરૂપ કહે છે.
૧. સમાન, ૨. ઉદાન, ૩. વ્યાન, ૪. અપાન અને ૫. પ્રાણાયામ. આ પાંચ પ્રકાર વાયુ સંબંધી છે. તેમાં સમાન તે નાભિ અને હૃદય વચ્ચેનો વાયુ, ઉદાન તે હૃદય અને મસ્તક વચ્ચેનો વાયુ, વ્યાન તે સર્વ ત્વચાવર્તી વાયુ, અપાન તે અંગવર્તી વાયુ અને પ્રાણાયામ તે શ્વાસોશ્વાસરુંધન-એ પ્રમાણે વાયુના પાંચ ભેદ છે. તેમાં રેચક, પૂરક, કુંભકવડે પવન સાધવાથી પ્રશાંતવાહિતાનો
લાભ થાય.
એક ક્રિયામાં અપરક્રિયાનો ઉપયોગ તે ઉત્થાન દોષ, તે આ દૃષ્ટિમાં ન હોય. યદ્યપિ અહીં ગ્રંથિભેદ થયો નથી, તો પણ પ્રશસ્ત યોગવંતને ભાવથી પ્રાણાયામ હોય.
આ દૃષ્ટિમાં દીપપ્રભા સમાન બોધ છે. અર્થાત્ તત્ત્વશ્રવણ શુશ્રુષા અને યમનિયમાદિક ફળવાળો સૂક્ષ્મ બોધ જાણવો.
હે મનના પ્યારા જિનજી ! તમારો ઉપદેશ અત્યંત મધુર છે. (૧)
બાહ્યભાવ રેચક ઇહાં જી, પૂરક અંતરભાવ,
કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ. મન. III