________________
|| નમ: ||
પ્રસ્તાવના
શાસ્ત્ર :
એક અથવા અનેક વિષયના વિચારોનું સુગ્રથિત શાબ્દિક સંકલન એટલે ‘શાસ્ત્ર’ . ‘શિષ્યતૈડમેન તિ શાસ્ત્રમ્' ન્યાયકોશમાં શા સૂશબ્દની આ વ્યુત્પત્તિ દર્શાવવામાં આવી છે. નિરુક્તિ પ્રમાણે—જેના દ્વારા શાસન થતું હોય અને રક્ષણ થતું હોય તેને શાસ્ત્ર કહેવાય છે.
'शासनात् त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते' ચોક્કસ વિષય પર યુક્તિપુર:સર ચિંતન કરી તેને પદ્ધિતિસર રજૂ કરવાની પરંપરા ભારતદેશમાં બહુ પ્રાચીન સમયથી ચાલી આવે છે. વિદ્વાનો શાસ્ત્રરચના માટે ભારે પરિશ્રમ કરતા અને અન્ય વિદ્વાનો પોતાના શાસ્ત્રને સ્વીકારે તો આનંદ અનુભવતા. કોઈ એક વિષય પરત્વે પુષ્ઠ, સ્પષ્ટ અને ઊંડો વિચાર કરવો, એ વિચારને પરીક્ષાની તુલા દ્વારા પ્રમાણિત કરવો, ત્યાર બાદ યોગ્ય શબ્દોમાં રજૂ કરવો એ સહેલું કામ નથી. આ માટે સાહજિક પ્રતિભા જોઈએ, અનેક આનુષંગિક વિષયોનું ઊંડું જ્ઞાન જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ, એકાગ્રતા, ધીરજ વગેરેનો સમન્વય થાય ત્યારે કર્તાના વિચારો શાસ્ત્રરૂપે પ્રમાણિત બને.
શાસ્ત્રકારો આસ્તિક હોવાને લીધે– ‘શાસ્ત્રરચના કેવળ સ્વબળથી નહીં પણ અદેશ્ય સહાયથી થાય છે. તેવું માનતા. અને તે સહાય મેળવવા ગ્રંથની શરૂઆતમાં આરાધ્યતત્ત્વને યાદ કરી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરતા. કૃતજ્ઞતાની અભિવ્યક્તિનું નામ જ ‘મંગલાચરણ” છે. શાસ્ત્રરચના કરવાની પરંપરા જેટલી પ્રાચીન છે એટલી જ પ્રાચીન મંગલાચરણ કરવાની પરંપરા છે.
શાસ્ત્રોનો વિચારપ્રવાહ બે ધારામાં વહેંચાયેલો છે. આસ્તિક અને નાસ્તિક.
નાસ્તિકમત ઈશ્વ૨, દેવ કે આરાધ્યતત્ત્વને સ્વીકારતો નથી. આ ભૂમિકા ઉપર મંગલાચરણને નિરર્થક માને છે. ચાર્વાકમતની આ ભૂમિકાને ખોટી સાબિત કરવા દાર્શનિક ક્ષેત્રમાં મંગલવાદનો ઉદય થયો છે. વાદસ્વરૂપે મંગલ-વિષયની ચર્ચાનું ઉગમ બિંદુ “મન્ન સન્ન વા' આ વિપ્રતિપત્તિ છે. આગળ વધીને આ ચર્ચા “મંગળનું ફળ (કાર્ય) શું છે' એ પ્રશ્નનો વિમર્શ કરે છે. તેમાંથી પ્રાચીન અને નવીન ન્યાય મત વચ્ચે વાદ રચાય છે. મંગલનિષ્ઠ-કારણતા-નિરૂપિત-કાર્યતા-વિષણિી ‘મનં સમાપ્તિ ને ચ7 વા' આ વિપ્રતિપત્તિ મંગલવાદનો પાયો બને છે.