________________
३०
વિ. સં. ૧૬૯૦માં નાડલાઈના શ્રાવક મેહજલે આચાર્યશ્રી વિજયાણંદસૂરિજીની નિશ્રામાં પાલિતાણાનો સંઘ કાઢ્યો. આ સંઘમાં મહો. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી ધોળકાથી જોડાયા હતા . (જુઓ આ શ્રીવિજયતિલકસૂરિજી. રાસ અધિકાર-૨ .૧૮૪૨)
આ સંઘમાં મહો. શ્રીભાનુચન્દ્રજી ગણી જોડાયા હોય તેવો ઉલ્લેખ નથી તેમ જ તે પછીની તેમની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. આથી અનુમાન થઈ શકે કે–તેઓ વિ. સં. ૧૬૯૦ પૂર્વે કાળધર્મ પામ્યા હશે, યદ્યપિ ‘જૈન પરંપરાનો ઇતિહાસ’ મુજબ તેઓ વિ. સં. ૧૭૨૨ સુધી વિદ્યમાન હતા. (જુઓ ભાગ-૩ પૃ. ૭૮૯)
આ પછી મહો. શ્રી સિદ્ધિચન્દ્રજીગણિના જીવન સંબંધી વિગતો પણ ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ મુજબ તેઓ પાછલા વર્ષોમાં ઉત્તર ગુજરાતમાં વીજાપુરની પાસે આવેલા “સંઘપુર” ગામમાં રહ્યા હતા. અને ત્યાં રહીને તેમણે ઘણા ગ્રન્થોની રચના કરી હતી. તેમના હસ્તે વિ. . ૧૭૧૪ લખાયેલ (સંઘપુર) ‘જિન શતકવૃત્તિ'ની હસ્તપ્રત મળે છે.
તેમણે સંશોધન કરેલી ‘કાવ્યપ્રકાશખંડનવૃત્તિ ની પ્રતમાં વિ. સં. ૧૭૨૨ની સાલ નોંધાયેલી છે. આથી તેઓ વિ. સં. ૧૭૨૨ સુધી વિદ્યમાન હતા તે અનુમાન થઈ શકે. ઉપસંહાર :
મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની સંભવિત જીવન-તિથિઓ આ પ્રમાણે છે. (૧) જન્મ : વિ. સં. ૧૬૪૪ (૨) દીક્ષા : વિ. સં. ૧૬૫૨ (૩) “ખુલ્ફ હમ' બિરૂદ : વિ. સં. ૧૬૫૩ (૪) પંડીત પદવી : વિ. સં. ૧૬૭૦થી વિ. સં. ૧૬૭૨ની વચ્ચે (૫) ‘ઉપાધ્યાય’ પદવી : વિ. સં. ૧૬ ૭૩ પોષ શુક્લા દ્વાદશી, સ્થળ : અમદાવાદ (૬) કાળધર્મ : વિ. સં. ૧૭૨૨ પછી. મહોપાધ્યાય શ્રીસિદ્ધિચન્દ્રજી ગણી : ગ્રન્થ-સમ્પત્તિ :
(૧) વિમ્બર-૩ત્તરદ્ધિ ટીl:- બાણભટ્ટ કૃત ‘કાદમ્બરી' (ગદ્યકાવ્ય) પર મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિએ ટીકા રચવાનો પ્રારંભ કર્યો હતો. પૂર્વાદ્ધ પછી અપૂર્ણ રહેલી આ ટીકાની પૂર્તિ ઉપા. શ્રીસિદ્ધિચન્દ્રજી ગણિએ કરી હતી. પ્રસ્તુત કૃતિ વિ. સં. ૧૬ ૭૩ પછી રચાઈ હોવાનો સંભવ છે. ‘નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રકાશિત થઈ છે. મંગલ :- મેરુ સ્ત્રોત્રમવૈઃ સ મય:પૂ. પરિતોડ ભવત્
पीतस्तेन सुवर्णपर्वत इति ख्याति जगाम क्षितौ ।
૪૨. –વલી વાચક સિદ્ધિચંદ તો ભાવવિજય ભલા એ.
+ પ્રસ્તુત પરિચય ગ્રન્થરચનાના અનુક્રમ અનુસાર આપવામાં આવ્યો નથી. પરિચય સાથે યથાસંભવ મંગલ, પ્રતિજ્ઞા, પ્રશસ્તિ અને પુષ્મિકા મૂકવામાં આવ્યાં છે.
asta\mangal-t\3rd proof