________________
१८ થતો નથી એમ વિચારીને બે નાની ઉંમરના સહોદરોને દીક્ષા આપીને લાહોર મોકલ્યા. મુનિ ભાવચન્દ્રજી અને મુનિ સિદ્ધિચન્દ્રજી તેમના નામ હતા.
મોટા મુનિ ભાવચન્દ્રજી વૈયાવૃત્ય (સેવા) આદિ દ્વારા પ્રસંશાપાત્ર બન્યા હતા. નાના મુનિ સિદ્ધિચન્દ્ર” રૂપવાન હતા તેમની પ્રતિભા અસાધારણ હતી અને તેમની બુદ્ધિ અભયકુમાર અને રોહકની યાદ અપાવતી. (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૬૮થી ૭૪)
અકબરની વિનંતી થી જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજીએ તેમને ‘ઉપાધ્યાય પદ આપ્યું હતું. તેઓ અવધાન શક્તિ ધરાવતો.
બાદશાહ અકબર તેમને ખૂબ બહુમાન આપતો. પોતાની ઘરે-ઈલાહી ધર્મસભાના જ્ઞાની સભ્યોમાં ૧૪૦ જ્ઞાની પુરુષોના નામ લખાવ્યા હતા. તેમાં પહેલા વર્ગમાં ૧૬માં જ્ઞાની તરીકે જગદ્ગુરુ શ્રી હીરવિજય સૂ. મ. પાંચમા વર્ગના ૧૩૯માં સભ્ય તરીકે આ શ્રી વિજયસેનસૂરિજી મ. અને તે જ વર્ગમાં ૧૪૦માં સભ્ય તરીકે મહો. શ્રી ભાનુચન્દ્રજીગણિનો ઉલ્લેખ કર્યો છે. (આઈને-અકબરી-૨)
મહો. શ્રી ભાનુચન્દ્રમણિની પ્રેરણાથી બાદશાહે શત્રુંજય કરમુક્તિ, અહિંસા ફરમાન-પ્રવર્તન વગેરે શુભ કાર્યો કર્યા હતા. તેમના જન્મ અને કાળધર્મની ચોક્કસ તિથિઓ ઉપલબ્ધ નથી.
૫. ‘મહો. શ્રી ભાનુચન્દ્રમણિચરિત’ પ્રમાણે જ.ગુ. શ્રીહીરવિજયસૂ.મ. વિ.સં. ૧૯૪૩માં ગુજરાત પાછા ફર્યા ત્યારે બાદશાહની વિનંતીથી ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણિને રાખી ગયા હતા. પાછળથી પં. શ્રી ભાનુશદ્રજી ગણિને લાહોર મોકલ્યા હતા. (જુ ઓ પ્રકાશ-૨ શ્લોક ૩૨-૩૩-૩૪) બાદશાહ અકબરની અનુજ્ઞા લઈને ઉપા. શ્રી શાન્તિચન્દ્રજી ગણી ગુજરાત પાછા ફર્યા હતા. (જુઓ પ્રકાશ -૨ શ્લોક ૬૧-૬૨-૬૩) શ્રી વિજયસેનસૂરિજી મ. બાદશાહ અકબરને મળ્યા (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૧થી ૧૬) તે પહેલા ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ સાથે કોણ કોણ હતું તેનો ઉલ્લેખ નથી પરંતુ શ્રી વિજયેસનસૂ.મ.ના શિષ્ય પં. શ્રી નદીવિ. (બાદશાહે તેમની અવધીને કલા જો ઈ તેમને “ખુશ્કેહમ' બિરુદ આપ્યું હતું.) તેમની સાથે રોકાયા હતા. પં. શ્રી નન્દી વિ., મુ. શ્રી ભાવચન્દ્રજી અને મુ.શ્રી સિદ્ધિચન્દ્રજી લાહોર આવ્યા તે પછી ગુજરાત પાછા ફર્યા હતા તેવો ‘મહો શ્રી ભાનુચન્દ્રજી ગણિચરિત'માં ઉલ્લેખ છે. (જુઓ પ્રકાશ-૪ શ્લોક ૯૨).
૬, મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની જન્મ તેમ જ દીક્ષા તિથિ વિષે ‘મહો. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ ચરિત' મૌન છે. નિમ્નોક્ત વિગતોથી તેમનું અનુસંધાન શક્ય છે.
(i) બાદશાહ જહાંગીરે શ્રી સિદ્ધિચન્દ્રજીને એક વાર તેમની વય પૂછી. તેના જવાબમાં શ્રી સિદ્ધિચન્દ્રજીએ પોતાની વય ૨૫ વર્ષની જણાવી. આ પછી બાદશાહ સાથેની ચર્ચાના કારણે તેમણે આગ્રા છોડી માલપુરા જવું પડ્યું. આ ઘટના વિ. સં. ૧૬૬૯માં ઘ8. વિ. સં. ૧૬૬૯માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રમણિની ઉંમર ૨૫ વર્ષ હોય તો તેમનો જન્મ સંભ વતઃ વિ.સં. ૧૬૪૪માં થયો હોવો જોઈએ. આ માટે અન્ય પણ એક સંવાદી પ્રમાણ છે. જે આ પ્રમાણે છે
(ii) બાદશાહ અકબરના પુત્ર બાદશાહ જહાંગીરનો ત્રીજો પુત્ર ‘શાહજહાં' (રાજયકાળ વિ.સં. ૧૬ ૮૪થી વિ. સં. ૧૭૧૪) મહો. શ્રી ભાનુચન્દ્રજી ગણિ પાસે અભ્યાસ કરતો હતો અને તેના સમવયસ્ક મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી સાથે રમતો હતો. તેવો ઉલ્લેખ છે. (જુઓ–જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ પૃષ્ઠ ૯) ઇતિહાસ પ્રમાણે બાદશાહ જહાંગીરે, વિ. સં. ૧૬ ૭૪ મહાવદ-૫ (ઈ. સ. ૧૬ ૧૮ પમી જાન્યુ.)ના દિવસે અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારે ૨૭ વર્ષનો ‘શાહજાદા શાહજહાં' તેની સાથે હતો. વિ. સં. ૧૯૭૪માં શહાજ હાની વય ૨૭ વર્ષ હોય તો તેનો જન્મ વિ. સં. ૧૬૪ ૭માં થયો હોવો જોઈએ (નિશ્ચિત તિથિ ઇતિહાસમાં જોઈ લેવી) આમ, શહાજહાં અને ઉપા.શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિની ઉમ્મરમાં ૩થી વધુ વર્ષનો ફરક નથી. આથી તેઓ સાથે રમ્યા હોય તે અશક્ય નથી.
asta\mangal-t\3rd proof