________________
44. Maitri Bhävanu - મૈત્રી ભાવનું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...1
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે...2
દીન, ક્રુર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે...3 માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની તો યે સમતા ચિત્ત ધરું...4
ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સહુ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે...5
Maitri bhävanu pavitra jharanu, muj haiyä mä vahyä kare, Shubha thão ā sakal vishava nu, evi bhāvanā nitya rahe.....1
Guna thi bharelä gunijana dekhi, haiyu märu nrutya kare, E santo nã charan kamal mä, muj jivan nu ardhya rahe......2
Din krur ne dharma vihonä, dekhi dil mä dard rahe, Karunā bhini änkho māthi, ashruno shubh shrot vahe.........
Märg bhulela jivan pathik ne, märg chindhavä ubho rahu, Kare upekshä e marag ni, to ye samatā chitt dhar...............4
Chitrbhänu ni dharma bhävanä, haiye sau mänav läve, Ver jher nä pāp tajine, mangal geeto e gäve..........5
36
.3