________________
મણીભાઈ છેલા પિસ્તાળીસ વર્ષથી અમદાવાદમાં જ રહે છે. હાલ તેઓ નિવૃત્તિ પરાયણ જીવન ગુજારે છે.
શાસ્ત્રોદ્ધારક પૂ. પા. આચાર્ય મહારાજશ્રી ઘામલાલજી મ. સા.ના સમાગમમાં પણ તેઓ અનેકવાર આવેલ અને તેમના સદુપદેશનો લાભ મેળવેલ જેથી તેઓના તરફ તેમની ઘણી શ્રદ્ધાભક્તિ હતી અને છે. - તેઓશ્રીના આ શાહારના કાર્યને પિતે વર્ષોથી તેમના પ્રકાશને જુએ છે અને તેનો લાભ લે છે. જેથી કરીને તેમના પ્રકાશને પ્રત્યે ઉક્ટભાવના પેિદા થઈ કે આ સમાજના રક્ષણ માટે આ સાહિત્ય અનુપમ અને આદરણીય છે. આચાર્યશ્રી આવી અતિવૃદ્ધ અવસ્થામાં હોવા છતાં પણ જીવનપર્યત આવી અવિરત શ્રમ લીધેલ છે. તો તે માટે આપણે પણ આ કાર્યમાં સહાયક બનવું જ જોઈએ. કારણ ક્ષમાર્ગનું આ એક દિવ્ય સાધન છે, આમ વિચારી તેઓએ સમિતિને વખતોવખત મદદ કરી છે, અને આ સૂત્રના પ્રકાશન માટે તેઓશ્રીએ રૂ. ૫૦૦૧) પાંચ હજાર એકની ઉદારતાભરી સહાય કરેલ છે. અને ભવિષ્યમાં પણ આ કાર્યને પાર ઊતારવા તેમની સહાયતાને પ્રવાહ ચાલુ રાખશે. એજ આશા.
મંત્રીઓ, શ્રી અ. ભા. સ્થા. જૈન શાસ્ત્રધાર સમિતિ,