________________
આત્માનદ સભાએ અનુત્તર૦ સૂત્રનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ કર્યું છે. આગમ-સમિતિએ એ સૂત્રનું સંપાદન મૂળ પાઠ સહિત અને અભયદેવ સૂરીની સંસ્કૃત ટીકા સહિત કર્યું છે. અભયદેવ સૂરી પિતે જ કહે છે કે વિપાક, અંદુકૃત અને અનુત્તર૦, એ ત્રણેય સૂત્રે ઘણાં ટૂંકા છે, અને તેમના અર્થો તથા પાઠ સરળ છે, એટલે તેમની છાયા, ટીકા, વગેરે વિસ્તારથી આપવાની જરૂર નથી. તેમણે તે પિતાની વૃત્તિઓમાં ગહન શબ્દને અને રચનાઓને સમજાવ્યાં છે. અલબત્ત, તેથી વૃત્તિકાર સૂરીજીની વિદ્વત્તાને કે તેમની બીજી વૃત્તિઓની ઉપગીતાને કશે અવરોધ આવતું નથી. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે મુનિ મહારાજશ્રી ઘાસીલાલજીના પ્રયાસમાં છાયા, સંસ્કૃત ટીકા, અને ગુજરાતી તથા હિન્દી ટીકા અને ભાષાંતરે, બધાને ગ્ય રીતે, સમય – ઉચિત, સમાવેશ કરવામાં આવ્યા છે.
ધઃ
નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ ચંદ્રગચ્છ (ખરતરગચ્છ) ના જિનેશ્વરસૂરિના અને બુદ્ધિસાગરના શિષ્ય હતા. તેમનું ચરિત પ્રભાવક ચરિતમાં આપવામાં આવ્યું છે. નવાંગી વૃત્તિઓ સિવાય બીજી અનેક કૃતિઓ તેમણે રચી છે. સેળ વર્ષની ઉમ્મરે, વિક્રમ સંવત્ ૧૦૮૮ માં, તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું, અને તેમને સ્વર્ગ વાસ કપડવંજ મુકામે વિક્રમ સંવત્ ૧૧૩૫ માં થયે હતે. દરેક વૃત્તિને અંગે એમણે પોતાની લઘુતા દર્શાવી છે.
૨૩, પ્રતાપગંજ, વડેદરા, ૨ | તા. ૨૩-૧૧-૧૯૫૮, શનિવાર ઈ
કામદાર કેશવલાલ હિંમતરામ