________________
૩૬
શાસ્ત્રોદ્ધાર સમિતિના આગમા અંગે અભિપ્રાય.
A8%E
દક્ષિણ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હાલમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં વિચરી રહેલા ઉગ્ર વિહારી પૂ. મહાસતીજી શ્રી ર્'ભાકુંવરજી તથા પ્રસિદ્ધ વ્યાખ્યાની વિવિધ ભાષા વિશારદા પૂ. મહાસતીજી શ્રી સુમતિકુંવરજીને, પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી ઘાસીલાલજી મ. સા. નિમિત જૈનાગમેાની સંસ્કૃત ટીકા તથા હિન્દી-ગુજરાતી ભાષાંતર પર અભિપ્રાય :
ૐ નમા સિદ્ધાણુ
શાસ્ત્ર વિશારદ શ્રદ્ધેય પંડિત રત્ન પૂજ્ય આચાર્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જૈનાગમાના એક વિદ્વાન, વૃદ્ધવિચારક અને ઉત્તમ લેખક છે.
સાહિત્ય સર્જન એ તેમનાં જીવનને એક ઉત્તમ સંકલ્પ છે. સામાજિક પ્રપંચેાથી દૂર રહી, અથાગ પરિશ્રમ દ્વારા વિરચિત, સંપાદિત અને અનુવાદિત અનેક ગ્રંથા તેમના દ્વારા પ્રકાશિત થયા છે, જે તમામ જેનાને માટે ચિંતન, મનન અને અધ્યયનઅધ્યાપન માટે એક અપૂર્વ સાધન રૂપ છે. આવું ઉત્તમ સાહિત્ય તૈયાર કરીને તેઓશ્રીએ સાહિત્ય સેવીના મહાન પદને દીપાવ્યું છે.
જો
આગમના રહસ્યોથી અનભિજ્ઞ (અજાણુ ) આજની પ્રજામાં શ્રદ્ધેય શ્રી મહારાજ સાહેમનું સાહિત્ય અત્યંત ઉપયેગી છે, તેમ હું માનું છું.
અમદાવાદ તા. ૧-૫-૫૮
આર્યાં–સુમતિ વર.
(