________________
સિગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયે હતે. અને આ પ્રમાણે . એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા. ૨૭-૫-પ૭ ના રોજ પૃથ્વીરાજજી માલ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો.
- તા.૨૮-૫–૧૭ના રોજ જવામાં આવ્યું કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરશ્રી એમ પી સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચને મોકલ્યા તા. ૨૮-૫-૧૭ના રોજ રવાના થઈ તા. ૩૦-૫-૧૭ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા. બળદગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીરેમલજી મહારાજ પૂજય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણું ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠા. ૪ બિરાજમાન હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે “મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કોઈ ફેરફાર થાય તેમ નથી. તો અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે. અને જે સાચા હિતૈષી છે તો મારા પૂ. બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દે એટલું જ નહી પણું ધ સવિ જીવ કરૂં શાસન રસી”ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હોય કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદ્દગતિને સાધે, અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ.
'' - આવા દેઢ જવાબના પરિણામે તેજ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જેવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૧૭ ની રાત્રીના રવાના થઈ તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.' . થોડા વખતમાં ફલેદીના શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજી મહારાજને કલેટીમાં માસુ કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેરવ્યું અને અષાઢ સુદ ૧૩ ના રોજ, ખીચનથી વિહાર કરી ફલેદી આવ્યા.