________________
સવયમેવ દીક્ષા લીધી. ત્યાર બાદ ભદ્રા શેઠાણીએ પોતાના કુમારને ગુરુને સેંપી દીધા તેજ રાત્રે તેણે બારમી ભિખુની પડિમા અંગીકાર કરી અને શિયાળણીના પરીષહથી કાળ કરી નલીન ગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્ર. ૨. આવા વૈરાગી જવને આ ભયંકર પરીષહ કેમ આવે ?
ઉત્તર-કેટલાક ચરમ શરીરી જીવને મારણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતાર્ય મુનિ, કોશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કર્મ હોવા જોઈએ ત્યારે તેમને એકદમ મોક્ષ જવું હતું, તે મારણતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે? બા. બ્ર. શ્રી વિનોદમુનિને આ પરીષહ આવે, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હોય
શ્રી વિને દમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી સાર રૂપે અહીં સંક્ષેપ કરેલ છે,