________________
૧૧
સં. ૨૦૧૨ના અષાડ સુદી ૧૫ થી શ્રી વિનેદકુમારે ગોંડલ સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સ સાર પક્ષના કુટુંબી, દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એવો નિર્ણય કરેલો કે આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે આપણે બનેએ દીક્ષા લેવી, પહેલા વિનોદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષા તિથિ પૂ શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ ના જેઠ સુદ ૫ ને સેમવારે માંગરોળ મુકામે નક્કી કરી. શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકેટ મળ્યા. શ્રી વિનોદકુમારે શ્રી જસરાજભાઈની યથાગ્ય સેવા બજાવી, માંગરેલ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળી ને તેમને મનમા આઘાત થયો અને દીક્ષા માટે તેમણે બીજો રસ્તો શોધી કાઢયે
પૂજ્યશ્રી લાલચ દજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કોઈ વખત પત્રવહેવાર પણ થતો હતો. છેલલા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ. શ્રી લાલચ દજી મહારાજ, ખીચન ગામે પૂ આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પિતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તો લેવી જ છે આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહીં અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે જવામાં ઘણું વિદને થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નકકી કર્યું.
તા ૨૪-૫-૫૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાજના માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું. ભજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા. તે વખતે કેઈને જાણ કર્યા વગર દીક્ષાના વિદનેમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર, ભૂમિ અને ગેંડલ સ પ્રદાયને પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડયુ કે તા. ૨૪–૫–૫૭ના રોજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫–૫–૫૭ના સવારે ૮ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લેચ કરવા માટેના વાળ રાખી ને બાકીના કઢાવી નાખ્યા અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જ કશન તથા