________________
શ્રી રામજીભાઈ જેવા નિસ્પૃહી નિરભિમાની દાતાઓ સામાન્ય રીતે દુર્લભ જ હોય છે. તેમણે આ સખાવતે પોતાના જીવનનું કર્તવ્ય માનીને કરી છે.
(૧૧) શ્રી રામજીભાઈને સ્થાનકવાસી જૈન ધર્મમાં ઊંડી શ્રદ્ધા છે. વારસામાં મળેલા ધર્મ સંસ્કારોના પ્રેરક બળે શ્રી રામજીભાઈ તથા તેમનું કુટુમ્મા આત્મસાધના કરી રહ્યું છે. કેઈ પણ સંપ્રદાયના ભેદભાવ વગર પૂ. સાધુ સાધ્વીજીઓ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવે છે અને પોતાના સ્વધર્મ બ યુએને કેવી રીતે ઉપયોગી થવાય એવી ભાવના સેવે છે.
(૧૨) અનાથ, અપંગ, નિરાધાર માટે તો તેઓ “મીઠી વીરડી” સમાન છે, જેઓનું કઈ ન હોય તેઓની ભેર તાણવામાં પિતાની જીંદગીને હા માણી રહ્યા છે.
(૧૩) જૈન સમાજની નાની મોટી અનેક પ્રવૃત્તિઓ સાથે પિતે સંકળાયેલા છે અને તેમાં મોટા ભાગે આગેવાની ભાગ ભજવી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે.
(૧૪) શ્રી રામજીભાઈની પ્રકૃતિ સૌમ્ય છે, સ્વભાવે શાંત તથા મિલનસાર છે. મક્કમ મનના તથા સ્વતંત્ર વિચારક છે, આચાર-વિચારની એકતા છે. તેમનું અંતઃકરણ કરૂણ તથા વાત્સલ્ય ભાવથી ભરેલું છે.
(૧૫) તા ૨૮-૨-૪૬ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના સુમારે શ્રી રામજીભાઈના પૂ. પિતાશ્રી શામજીભાઈ વીરાણીનું રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયું છે. સમાજમાં તેઓ “બાપા” ના વાલસોયા નામથી ઓળખાતા હતા. તેઓ ખૂબ ધર્મિષ્ટ, દયાળુ સ્વભાવના હતા અને તેમનું હૃદય અનુકંપાથી છલકતુ હતુ–તેઓ ગરીબના બેલી અને રાંકને માળો ગણાતા હતા.
પૂ. માતુશ્રી કડવીબા, એટલા જ ધર્મપરાયણ અને ભક્ટ્રિીક સ્વભાવના હતા. તેઓશ્રીનું વ્યક્તિત્વ જગદંબા સ્વરૂપ હતું. તેઓનું અવસાન પણ રાજકેટમાં તા ૧૧-૯-૫૪ ના રોજ સવારે ૭ ૩૦ વાગે ખૂબ શાતિ સમાધિમાં, અને ધર્મમય વાતાવરણમાં થયું છે.
માતાપિતાનું ઋણ સંપૂર્ણ અદા કરવા સંતાને સમર્થ નથી, તેમ છતાં શ્રી રામજીભાઈએ પિતાના પુનિત માવિત્રની સ્મૃતિ રાખવા અને કિંચિત ઋણમુક્ત થવા અમુક અમુક સંસ્થાઓ સાથે તેના નામે જેડયાં છે.
જનની જણ તે ભક્તજન, કાં દાતા કાં સૂર,
નહી તે રહેજે વંઝણ, મત ગુમાવે નૂર. એવી રીતે શ્રી રામજીભાઈએ પિતાના જીવનથી માતાની કૃખ ઉજાળી છે.
(૧૬) શ્રી રામજીભાઈ વિરાણીને આરોગ્ય ભરેલુ દીર્ધાયુષ્ય મળે અને હજુ પણ સમાજ-સેવાના અનેકવિધ કાર્યો તેઓના વરદ હસ્તે થતાં રહે, એ શાસનદેવ પ્રત્યે અમારી નમ્ર પ્રાર્થના છે.