________________
સ્વર્ગસ્થ શ્રી સુધીરભાઈની જીવનઝરમર - સ્વર્ગથ શ્રી સુધીરભાઈને જર્મ સંવત્ ૨૦૦૭ ના માગશર સુદી ૭ તા. ૧૫ મી ડીસેમ્બર સને ૧૯૫૦ને શુક્રવારે થયેલ હતું. તેઓશ્રીના પિતાશ્રીનું નામ શ્રી. જયંતીલાલ હરીલાલભાઈ ઝવેરી છે, તેઓશ્રી પાલનપુરના વતની છે કે હાલમાં મુંબાઈમાં ઝવેરાતને ધ ધ કરે છે જયતીલાલભાઈને બે પુત્ર રત્ન હતા, એક સ્વ સુધીરભાઈ ને બીજા શ્રી મનોજભાઈ તે પૈકી સુધીરભાઈ રવ, થવાથી હવે તેઓશ્રીને એક જ પુત્ર રત્ન છે. - સ્વ. સુધીરભાઈએ મેટ્રિક પાસ કરી કોલેજમાં સારો ટાઈમ અભ્યાસ કર્યો હતે. કોલેજને અભ્યાસ જરૂર પુરતે કરી, તેમણે પિતાશ્રીને ઝવેરારાતનાં ધંધામાં પ્રવેશ કર્યો હતો. તેઓશ્રી ધંધાર્થે ખાસ કરીને નવસારી રહેતા હતા. ફક્ત બેજ વર્ષમાં તેઓશ્રીએ ધંધામાં ખૂબ સારી પ્રગતિ કરી હતી:
સ્વ. શ્રી સુધીરભાઈ સ્વભાવે ખૂબ હસમુખાને શાન્ત સ્વભાવે હતા. તેઓ તેમની મીલનસાર પ્રકૃતિને લીધે જેના તેના સંબંધમાં આવતા * તેઓનાં દીલ સહેલાઈથી જીતી લેતા
એક દીવસ નવસારીથી ડેક દૂર મોટરમાં ફરવા ગયેલા ને ઉભરાટ - ગામે રસ્તામાં મોટર એકસીડેન્ટ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓ
સહેજ ભાનમાં આવતાં માંદગીમાં પણ નવકાર મંત્રનું જ સ્મરણ કરતા હતા. પંચ પરમેશ્વરનું નામ દેતા હતાં, તેઓશ્રીનું ભાન ગયું તે ફરીથી આવ્યું જ નહિ, ને ધાર્મિક ભાવનાથી દેહ છોડ્યો.
મેટર એકસીડન્ટ થયે ત્યારે તેમનાં માતા પિતા પાલનપુર હતાં ને પાલનપુરથી તેઓ બને આવ્યા ત્યારે પણ ભાઈ સુધીરભાઈ બેભાન અવસ્થામાં જ હતા.
સ્વ. સુધીરભાઈને તેમના અંતીમ કાળે તેઓશ્રીના માતા પિતા સાથે વાત ચીતને લાભ ન મળે, તેનું દુખ હજી પણ તેઓને ખેંચે છે, પરમ કૃપાળુ પરમાત્મા, વિ. સુધીરભાઈના પવિત્ર આત્માને પરમ શાન્તિ આપે એજ અભ્યર્થના.
» શાન્તિઃ શાન્તિઃ