________________
સૌજન્ય ન્યાયમૂર્તિ જટિસ રતિલાલભાઈ ભાયચંદભાઈ મહેતાનું
જીવન ઝરમર
ભારતમાં ગરવી ગુજરાતનું સ્થાન અતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ છે, ગુજરાતમાં પણ ઉત્તરગુજરાતનું સ્થાન ગૌરવશાળી રહ્યું છે. ઉત્તરગુજરાતના પાલનપુર નામના શહેરમાં સ્થાનકવાસી જૈન ધર્મમા અત્યંત શ્રદ્ધાવાન અને ધર્મપરાયણ એવા શ્રીમાન શ્રી ભાયચંદભાઈ ઝમચંદભાઈ મહેતા નામના સદ્દગૃહસ્થ રહેતા હતા. તેમની ધમપત્નીનું નામ મેનાબાઈ હતું.
પિતાશ્રી ભાયચંદભાઈ પિતે વકીલાતના ધ ધામાં અગ્રગણ્ય બાહોશ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા હતા, તેમજ પાલનપુરના જાહેર જીવનમાં પણ તેમનું સ્થાન વિશિષ્ટ પ્રકારનું હતું
માતુશ્રી મેનાબાઈ ધર્મપરાયણ,સેવાપરાયણ અને સંસ્કાર સંપન્ન હતા. જેઓ તેમના સમાગમમાં આવ્યા હતા. તેઓ આજે પણ તેમના સંસ્કારોનું સ્મરણ કરી રહ્યા છે. આવા સસ્કારી, સેવાભાવી ધાર્મિક માતા પિતાને સંતાનમા પાચ સુપુત્રો અને બે સુપુત્રીઓ એમ સાત સંતાન પ્રાપ્ત થયા હતા. તેમાં નામાક્તિ એવા મોટા સુપુત્ર શ્રી મણીલાલભાઈ, બીજા સુપુત્ર શ્રી કાળીદાસભાઈ, ત્રીજા સુપુત્ર શ્રી બાપાલાલભાઈ, ચોથા સુપુત્ર શ્રી સૂરજમલભાઈ તથા પાચમા સુપુત્ર સૌથી નાના એવા શ્રી રતિલાલભાઈ અને પહેલા સુપુત્રી તારાબાઈ (પૂ તારાબાઈ મહાસતીજી)અને બીજા સુપુત્રી સૌ મોતીબહેન હતા
આવા સુસંસ્કાર સ પન્ન માતા પિતાને ત્યાં શ્રી રતિભાઈને જન્મ સને ૧૯૦૨માં પંદરમી ઓગષ્ટ થયે હતે
બાલ્યાવસ્થાથી જ સ્થાનકવાસી જૈન ધર્મને વાર માતપિતા તરફથી શ્રી રતિભાઈને પ્રાપ્ત થયે હતું, જે ધાર્મિક સંસ્કારના સિંચનથી સેવાભાવના અને ધર્મભાવના પૂર બહારમાં તેઓશ્રીમાં ખીલી હતી.
બાલ્યકાળમાં પ્રાથમિક અધ્યયન પૂરુ કરીને મુબઈમા ભરડા અને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું સને ૧૯૧૮માં તેઓએ શાળાત પરીક્ષા પસાર