________________
આધ મુરબ્બીશ્રી કે ઠારી હરગોવીંદભાઈ જે ચંદને
ટુંક પરિચય
પુ. શ્રી ૧૦૦૮ ઘાસીલાલજી મહારાજ રાજકેટ પધારતા પ્રાત મરણીય સ્તવનાવલી રાજકોટના રહીશ શુદ્ધ શ્રાવક વૃતધારી જેચદ અજરામર કેઠા રીના સુપુત્ર હરગોવિંદ કાકા તરફથી ૨૦૦૩ મા છપાવવામાં આવી અને તે હિંદભરમાં જાહેર મૂકી તેને ઉપગ હાલ સર્વ જૈન જૈનેતર કરી રહેલ છે. કાકા રાજકોટમાં જ નહિ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ, દિલ્હી સુધી એક અજોડ ઉત્સાહી પુરૂષ છે. એમને પ્રજા અને રાજા ઉપર ઘણો જ સારે પ્રભાવ છે વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટેટ એજન્સી અને ગુજરાત સ્ટેટસ મહીકાંઠા, સાબરકાઠા બનાસકાંઠામાં રેસીડેન્સીમાં પણ કાકા પ્રત્યે ઘણો જ સારો ભાવ છે. તેઓને ધર્મ પ્રત્યે ઘણી જ સારી ધગશ હાઈ અંગત ખર્ચે પોતાના ઘર આંગણે ધર્મ ધ્યાન માટે પોષધશાળા બધાવી છે તેમજ આજી નદીને કિનારે વિશાળ વ્યાખ્યાન ભવન હોલ બે માળને પાચ હજાર માણસો વ્યાખ્યાન સાભળી શકે તે બધાવેલ છે. ઉદાર દિલના સખી માણસ છે. કોઈ પણ ગરીબ ગુન્હાહીત માણસ દાદ માગવા આવે તે તરત જ બનતા ઉપાયે તેમને મદદ આપવા ચોવીસ કલાક તૈયાર રહે છે કાકાનું કુટુંબ પણ ઘણુજ ધર્મીષ્ટ છે તેમનાં ધર્મપત્નિ શ્રીમતી અખંડ સૌભાગ્યવતી રૂક્ષ્મણીબેન વહેવારદક્ષ પ્રેમાળુ અને પૂર્ણ ધર્માત્મા છે સાધુ, સાધ્વી પ્રત્યે તથા દરેક કુટુંબ સજજન સ્નેહી અને સ્વધમઓ મહેમાને સાથે ઘણું જ સારે ઉચિત વહેવાર રાખવામા પૂર્ણ નિષ્પન્ન છે. નિત્ય પોતાની ધર્મ પરાયણતા પ્રત્યે જ વફાદાર રહે છે.
પૂ૦ ઘાસીલાલજી મહારાજ આદી થાણા છ (સમીરમુનિ, કનૈયાલાલ મુનિ દેવમનિ, તપસ્વી માગીલાલ, મદનલાલજી) મેવાડથી દામનગરના રહીસ દામેદરભાઈના આગ્રહથી પાલનપુર નહી રોકાતાં તેમણે વિહાર શરૂ કર્યો, અને મેરખી
કામે તપસ્વી મદનલાલજી અને માંગીલાલજીની ૭૧ ઉપવાસની તપશ્ચર્યા ચાતુમાસમાં થયેલી જે પ્રસ ગે રાજકેટથી હરગેવિંદકાકા કુટુંબ સહિત ગોકળ અષ્ટમીને દીવસે દર્શનાર્થે આવ્યા અને રાજકોટ પધારવાની વિન તી કરી. અને નવેમ્બર ૧૯૪૬ મા ઘાસલાલજી મહારાજ રાજકેટ પધાર્યા કાકાના વ્યાખ્યાન ભુવનમાં બીરાત્યા બંને તપસ્વીજીએ માસખમણની તપશ્ચર્યા કરી સ્થાનિક રાજકેટ સકલ સવે ઘણોજ ભક્તિભાવ બતાવ્યું અને તાગઢ ખેડાના રહીશ જવારલાલજી ઉ ચાદમલજી ભડારીની ૨૦૦૨ તા. ર૭-૧-૪૭ના રોજ દીક્ષા વસતપંચમીને