________________
લોભધ્યાન
હિત શિક્ષા
આજે આકાશ જેટલી અનંત ઈચ્છાઓ રાખી માણસ ક્યાંય અટકતો નથી માટે તે પોતાના પરિવાર સાથે, પોતાના શરીર સાથે કે પોતાના આત્મા સાથે ચિંતન કરી શક્તો નથી ખરેખર લોભ એ પાપનો બાપ છે. આત્માનું નિકંદન આ લોભ જ કાઢે છે.
અને હવે તો ધર્મમાં પણ લોભ વણાઈ ગયો છે. આ ખતરનાક છે જે ધર્મ કરીને સંસારને કાપવાનો છે છતાં લોભ ઉમેરાવાથી ધર્મ કરીને પણ સંસાર વધારે છે. લોભ
આપણને પરાધીન બનાવે છે. ભગવાન મહાવીર લોભને જીતવા અપરિગ્રહનો સિદ્ધાંત બતાવીને ગયા છે. માટે હે
જીવદરેક વસ્તુની મર્યાદા નક્કી કર.