________________
માયા દયાના
હિત શિક્ષા
સત્યનો હંમેશા જય થાય છે. માટે સત્યના આગ્રહી બનવું. જે જૂઠનો આશરો લે છે તેને માયા કરવી જ પડે છે. આજે લગભગ બધાને સારા દેખાવું છે. પણ ખરેખર સારા માણસ બનવાની જરૂર છે. જો આપણે સારા માણસ જ છીએ તો તેને દેખાડવાની જરૂર રહેતી જ નથી. દુનિયા આજે કે કાલે તમને સારા માણસ તરીકે યાદ કરશે. માટે હંમેશા સરળ બનવાની જરૂર છે. સરળ માણસો મોડા યા વહેલા દુનિયામાં પ્રશંશાને પાત્ર બને છે
માયા કરવાથી ધર્મ કરીને પણ આત્માનું અહિત કરીએ છીએ માટે માયાનો ત્યાગ કરો. મરૂદેવા માતા સરળતાના ગુણથી જ જલ્દી મોશે પહોચ્યા. માટે આપણે માયા છોડી સરળ બનવું જરૂરી છે.