________________
કરીને પણ આત્મા સંસારનું જ ધ્યાન કરે છે. પ્રભુના દર્શન કરો કે પૂજા કરો પરંતુ માંગણીઓ તો અનુકૂળતાના રાગની જ હોય. જેમકે, પત્નીને તાવ આવ્યો હોય તો તબિયત સારી થઇ જાય. આમ સંસારનો રાગ એ દુર્ગાનનો પાયો છે. મુક્તિનો રાગ એ સધ્યાનનો પાયો છે. માટે પહેલા મનને ઓળખવું જોઈએ. મનમાં શું ધમસાણ ચાલે છે. આ માટે એક પ્રસંગ યાદ આવે છે
એક ભાઇ દેરાસરમાં (મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન હતા.) ખૂબ સુંદર પૂજા કરતાં હતા. ચાંદીના થાળામાં સરસ સુગંધીદાર કમળ આદિના ફૂલો, ચાંદીના કટોરામાં કેસર, સરસ નૈવેદ્ય, સરસ શ્રીફળ આમ ખૂબ સુંદરમાં સુંદર દ્રવ્યો અને પ્રભુની પૂજા ખૂબ સુંદર રીતે કરતા હતા. જ્યારે એમને એમ કહેવામાં આવ્યું કે આપ આટલી સુંદર પ્રભુની પૂજા કરો છો, તો પૂજા કર્યા પછી સામે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ સાહેબનું સુંદર વ્યાખ્યાન ચાલે છે, તો આપ જિનવાણી સાંભળવા પધારો.
એટલે આ સુંદર પ્રભુ પૂજા કરનાર ભાઇ એકદમ ગુસ્સે થઈ ગયા કે, તમારા વ્યાખ્યાનમાં આખો દિવસ દીક્ષા લો. દીક્ષા લેવા જેવી છે. આ સિવાય બીજી કોઇ વાત હોતી નથી. માટે મને વ્યાખ્યાનમાં આવવાનું કહેશો નહીં.
ખરેખર અહીંયા પ્રશ્ન એ છે કે, પ્રભુ પૂજા પણ કરવાની શેના માટે ? છેવટે તો પ્રભુને એ જ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ મને ચારિત્ર્ય ક્યારે મળે? ધર્મનું કોઇ પણ અનુષ્ઠાન કરીએ. છેવટે લક્ષ્ય તો ચારિત્ર્ય લેવાનું જ રાખવાનું છે.
C31.