________________
પાછુવાળીને ક્યારેય જોતો નથી. વીરક્ત આત્માને સંસાર ભારે ભારે લાગે છે. અને અવિરક્ત આત્માને સંસાર ભર્યો ભર્યો લાગે છે. આવા સંસારરસીયા લોકો દેવ-દેવીઓ પાસે દોઢ પગે ઉભા રહે છે. પરંતુ પ્રસન્નચંદ્ર પરમ વિરક્ત હતાં. તેઓના મુખ પર ત્યાગવૃત્તિ પ્રસન્નતાના અનેક ગુણો તરી આવતાં હતાં. તે દોઢ પગે ઉભા-ઉભા આતાપના લઇ રહ્યા હતાં, પરંતુ આત્મસાધના માટે.
સુમુખનાં મોમાંથી શબ્દો સરી પડ્યાં કે, “કેવાં ઉત્તમ મહાત્મા છે !” જ્યારે દુર્મુખ તેનાં નિંદનીય સ્વભાવના કારણે બોલ્યો કે, ધૂળ પડી એમનાં સંયમમાં? આ તો સ્વાર્થી કહેવાય. નાનાં પુત્રને મંત્રીનાં ભરોસે મૂકી દીધો અને એ જ મંત્રી નાના પુત્ર પાસેથી રાજ્ય પડાવવાની તૈયારી કરી રહ્યો છે. આ શબ્દ પ્રસન્નચંદ્ર રાજર્ષિના કાને પડ્યાં. મન તો ચંચળ છે એને નિયમન કરવું પડે અને આ માટે આપણે જ પુરુષાર્થ કરવો પડે. જો સારું નિમિત્ત મળે તો સન્માર્ગે ચઢી જાય. જ્યારે નાનકડું પણ ખરાબ નિમિત્ત મળે તો ઉન્માર્ગે પણ ચઢી જવાય. દુર્મુખનાં આ શબ્દરૂપી નિમિત્ત મળતાં જ મનોમન દુર્ગાન શરૂ થયું. બહારથી કાયા સાધનામાં લીન હતી. પરંતુ અંદરથી ભયંકર રૌદ્રધ્યાન ચાલુ થઇ ગયું. એ જ સમયે શ્રેણીક રાજાએ બહારથી સાધનામાં લીન બનેલી કાયાને જોઈને વંદન અને અનુમોદન કરે છે. પછી પ્રભુને પૂછે છે કે, પ્રસન્નચંદ્ર આ સમયે આયુષ્ય બાંધે તો ક્યાં જાય? પ્રભુએ કહ્યું -સાતમી નરકે જાય. જો કે શ્રેણિક મહારાજા એમ વિચારે છે કે, મારી સાંભળવામાં કંઇક ભૂલ થઇ લાગે છે. પોતાની ભૂલ શોધવાનો ભાવ એ આરાધભાવ છે. જ્યારે સામાની ભૂલ જોવાનો ભાવવિરાધકભાવ છે.
આમ છતાં થોડોક સમય ગયા પછી શ્રેણિક મહારાજાએ ફરી પૂછયું, ભગવંત ! પ્રસન્નચંદ્ર અત્યારે જો આયુષ્ય બાંધે તો ક્યાં જાય? પ્રભુએ કહ્યું કે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય. શ્રેણિક મહારાજા હજી તો આ બધી મુંઝવણમાં હતા ત્યાં તો દુભિનો નાદ થયો. પ્રભુને પૂછતા તેમને કહ્યું કે, રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું છે.
(29)