________________
જીવો દુર્ધ્યાનમાં સબડે છે. દુર્ધ્યાનનું કારણ મન છે. માટે જ કહ્યું છે મન મનુષ્યાળાં વાળ વર્ધમોક્ષસ્યો મનુષ્યોના કર્મબંધ અને મોક્ષ માટે મન જ કારણરૂપ છે. એટલે જ કહ્યું છે કે, “જેણે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું’
મનસા વાચા કર્મણા...
મન-વચન-કાયા એક જ કરો...એટલે જ મન ‘મોબાઇલ મેસેજ’ ના જેવું જ કામકરે છે. અને આપણે લગભગ લોકોને શુભ વિચારો કરતાં અશુભ વિચારો વધુ ફેલાવીએ છીએ. અહીંયા પણ સ્વીચ ઓફ કરવા જેવા છે. જેમકે ક્રોધ આવ્યો મનમાં પણ તેની સામે કાયા પણ થથરે છે. અને વચન પણ જેમ ફાવે તેમ બોલે. કારણ કે મોટે ભાગે વચન અને કાયા પણ મનના આદેશ પ્રમાણે પ્રવર્તે છે. મન સારું હોય ત્યારે વચન અને કાયા પણ શુભમાં પ્રવર્તે છે. અને મન જ્યારે બગડે છે ત્યારે વચન અને કાયા ખોટી દિશામાં પ્રવર્તે છે. માટે જો આપણે આપણા સમગ્ર જીવનમાં બદલાવ લાવવો હોય તો સૌ પ્રથમ મનનો બદલાવ જરૂરી છે. અગર મન ન બદલાયું તો વચન અને કાયાનો બદલાવ પણ લાંબો ટકતો નથી. જેમકે, માત્ર કાયા અને વચનથી સાધના કરો પણ મન નિર્મળ ન હોય તો તેની કોઇ જ કિંમત નથી. કલિકાલસર્વજ્ઞ પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજીએ ‘‘યોગસાર’’ નામના ઉત્તમ ગ્રંથરત્નમાં લખ્યું છે કે, મન-વચન અને કાયાથી સાધના એવી રીતે કરો કે, આત્માનું ઉત્થાન થાય. મનને ચો-પવિત્ર કરવું તે પણ અગત્યનું છે. એટલે એક મહાપુરુષે સજ્ઝાય બનાવી છે. ‘‘ધોબીડા તું ધોજે મનનું ધોતીયું” આત્માની સૌથી નજીકનો યોગ જો કોઇ હોય તો તે મનોયોગ છે. આ મનોયોગથી જ પ્રશસ્ત કે અપ્રશસ્ત ધ્યાન આવે છે. અને તેના સારા નરસા પરિણામો આવે છે.
આ માટે પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા સમજવી જરૂરી છે.
27