________________
હું વસ્તુ
વસ્તુને વસ્તુથી જોવી પડે છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે અંધારામાં દિવસ ન મળે, દિવસ થતાં દિવસને શોધવો ન પડે
વસ્તુને વસ્તુથી જ જોવી પડે એવી છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે ઇન્દ્રિયજ્ઞાનથી શોધતાં નથી મળતી ને અતીન્દ્રિય જ્ઞાનમાં શોધવી જ પડતી નથી
વસ્તુને વસ્તુથી જ જોવી પડે એવી છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે વિકલ્પોમાં શોધતાં પણ નથી મળતી નિર્વિલ્પ દશામાં શોધવી જ પડતી નથી
વસ્તુને વસ્તુથી જ જોવી પડે એવી છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે સાપેક્ષ જોતાં જોતાં નિરપેક્ષ નથી જોવાતું. નિરપેક્ષ, નિરપેક્ષ વસ્તુને જ જુએ છે
વસ્તુને વસ્તુથી જ જોવી પડે એવી છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે ત્રિકાળ છે, એક સમયમાં શોધતાં મળતી જ નથી ને ત્રિકાળમાં શોધવી પડતી નથી
વસ્તુને વસ્તુથી જ જોવી પડે એવી છે, સ્વભાવથી જ સ્વભાવમાં જવાય છે ત્રિકાળમાં જ વર્તમાન નિમગ્ન, લીન, એકાગ્ર જ મારી વસ્તુ છે, સ્વભાવ છે
એજ મારું શુદ્ધ સ્વરૂપ છે, મારી શુદ્ધિમાં વૃદ્ધિ છે, પૂર્ણ આનંદમાં સદા માટે સમાઇ જવાનો એક જ અનેરો, અનુપમ કયારે પણ ન જાણ્યો એવો ઉપાય છે
68